વડોદરા ગેંગરેપ કેસમાં હવે થશે ધડાકો! યુવતીના સંપર્કો અને કોની સાથે ચેટમાં શું વાત કરતી હતી એની તપાસ કરાશે

વેક્સિન ગેંગરેપ કેસમાં પોલીસની ટીમોએ વેક્સિન મેદાનની આસપાસ ધામા નાખ્યા છે, પણ હજુ કોઇ નક્કર કડી મળી નથી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે વધુ 50 શકમંદની પૂછપરછ કરી હતી, પણ કોઇ કડી મળી નહોતી.

વડોદરા ગેંગરેપ કેસમાં હવે થશે ધડાકો! યુવતીના સંપર્કો અને કોની સાથે ચેટમાં શું વાત કરતી હતી એની તપાસ કરાશે

હાર્દિક દિક્ષિત/ વડોદરા: શહેરમાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં વેકિસન ગ્રાઉન્ડ ઉપર દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ કરેલી આત્મહત્યાના ચકચારભર્યા બનાવમાં દરરોજ અલગ અલગ વળાંક આવી રહ્યા છે. પોલીસની અનેક ટીમો અને SIT આ કેસને ઉકેલવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. મૂળ નવસારીની 19 વર્ષીય યુવતી પર વેક્સિન મેદાનમાં થયેલા ગેંગરેપ બાદ તેણે વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં જે સંસ્થામાં યુવતીને સમયસર મદદ ન કરાઈ તથા ઘટના પર ઢાંક પીછોડો કર્યો હોવાનો આક્ષેપ થયા બાદ અનેક લોકોના ગાંધીનગર એફએસએલમાં તપાસ અર્થે મોકલેલા મોબાઈલ ફોનમાંથી 7 ફોન આજે એસઆઈટીને પરત કરતાં એનાલિસીસ શરૂ કરાયું હતું. 

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, વેક્સિન ગેંગરેપ કેસમાં પોલીસની ટીમોએ વેક્સિન મેદાનની આસપાસ ધામા નાખ્યા છે, પણ હજુ કોઇ નક્કર કડી મળી નથી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે વધુ 50 શકમંદની પૂછપરછ કરી હતી, પણ કોઇ કડી મળી નહોતી. બીજી તરફ, પીડિતા સાથે સંપર્ક ધરાવનારા તેના મિત્રો સહિતના 11 લોકોના મોબાઇલ પોલીસે કબજે કરી એફએસએલમાં મોકલ્યા હતા, જેમાંથી 5 ફોનનો ડેટા પોલીસને મળી ગયો છે અને એનો અભ્યાસ કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પીડિતાના કોની સાથે સંપર્કો હતો અને કોની સાથે ચેટ કરતી હતી એ મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.

પીડિતા સાથે સંપર્ક ધરાવનારા તેના મિત્રો સહિતના 11 લોકોના મોબાઇલ પોલીસે કબજે કરી એફએસએલમાં મોકલ્યા હતા, જેમાંથી 5 ફોનનો ડેટા મળી ગયો છે અને આ ડેટાનો હાલ અભ્યાસ કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પીડિતાના કોની સાથે સંપર્કો હતા અને કોની સાથે તે ચેટ કરતી હતી એ સહિતના મુદ્દા પર પોલીસની તપાસ શરૂ કરાઇ છે. 5 મોબાઇલ ફોનના ડેટાના આધારે વધુ તપાસ શરૂ કરાઇ છે, જેમાં પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં વેકિસન ગ્રાઉન્ડ ઉપર દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ કરેલી આત્મહત્યાના ચકચારભર્યા બનાવમાં યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ટમના ફાઇનલ રિપોર્ટમાં યુવતીનું મોતનું કારણ  શ્વાસ રૂંધાવાથી થયુ હોવાનું દર્શાવાયું હતું. જેના લીધે હવે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા હવે અસ્થાને હોવાનું રેલવે એસપી પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ. 29 ઓક્ટોબરના રોજ યુવતી સાથે થયેલા સામુહિક દુષ્કર્મના એક માસ બાદ પણ આરોપીઓ આઝાદ ફરી રહ્યા છે. આ કેસમાં SITની રચના બાદ પણ કોઈ સફળતા મળી નથી.

PMમાં મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવ્યું
નિષ્ણાંતોના મતે ગળુ દબાવ્યુ હોય તો ગોળ નિશાન પડે છે. પરંતુ ફાંસાના લીધે શ્વાસ રૂંધાવાથી યુવતીનું મોત નિપજયુ હોવાનો રિપોર્ટ આવી જતા હવે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકાને કોઇ સ્થાન રહેતુ નથી તેવુ રેલવે એસપી પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ. 

અત્રે ઉલ્લેખનીયછે કે તાજેતરમાં જ વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં બતાવાઇ હતી. જેમાં યુવતીના પગ કોચની ફર્સને અડકેલા બતાવાયા હતા. વીડિયોને જોતા દરેકના મનમાં યુવતીની હત્યા કરી લટકાવી દેવામાં આવી હોવા તરફ શંકા દર્શાવાઇ હતી. જોકે હવે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થઇ ગયુ છે. યુવતીના શરીર પરના ઇજાના નિશાન તેની ઉપર દુષ્કર્મ તરફ ઇશારા કરે છે. જ્યારે યુવતીની ડાયરીમાંથી મળી આવેલું લખાણ તેમજ ઓરલ એવિડન્સના આધારે યુવતી ઉપર દુષ્કર્મ થયુ હોવાનુ જણાઇ રહ્યુ છે. જે દિશામા હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news