લસણની ચટણી ખાતા પહેલા ચેતી જજો, વડોદરાનો આ વિડીયો જોઈ તમે ચોંકી જશો

વડોદરામાં એક મહિલા લસણને પગથી છુંદીને ચટણી બનવાતી જોવા મળી છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે.

લસણની ચટણી ખાતા પહેલા ચેતી જજો, વડોદરાનો આ વિડીયો જોઈ તમે ચોંકી જશો

રવિ અગ્રવાલ/વડોદરા: લસણની ચટણીના રસિયાઓ માટે આ સમાચાર ઝાટકારૂપ છે. હવે લસણની ચટણી ખાતા પહેલા સો વાર વિચારજો. કારણ કે વડોદરાના કારેલીબાગમાં ખુલ્લા પગે ખૂંદીને બનાવાય છે લસણની ચટણી. અહીં ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પણ વડોદરા કોર્પોરેશનના ફૂડ ચેકિંગ વિભાગ આ વાતથી અજાણ છે. 

વડોદરામાં એક મહિલા લસણને પગથી છુંદીને ચટણી બનવાતી જોવા મળી છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ વોમિટ થઈ શકે છે. પરંતુ આ હકીકત છે. કારેલીબાગ નજીક ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા લોકો લસણની ચટણી બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા 20 કિલો જેટલું લસણ મોટા વાસણમાં પગથી પિલી રહી છે. મહિલાના કહેવા મુજબ મોટી મોટી હોટલમાં આ ચટણી સપ્લાય થાય છે. આ મહિલાએ તો એટલે સુધી ખુલાસો કર્યો કે અમે ક્યારેય ક્યારેક દવા બનાવવા માટે પણ લસણની ચટણી મોકલીએ છીએ. જુઓ લસણને પગથી છૂંદીને ચટણી મહિલાનો આ વિડીયો....

આથી જો તમે મોટી મોટી હોટેલોમાં ટેસ્ટી ખાવાના શોખીન હો તો ચેતી જજો, આ રીતે પગથી બનાવેલી લસણની ચટણી તમારી ફેવરિટ હોટલો અને રેસ્ટોરન્ટ તમને પીરસી રહી છે  અને તમે હોંશે હોંશે આરોગી રહ્યા છો. પરંતુ અમે તમને એક એવો વીડિયો બતાવ્યો છે કે આજ પછી તમે ચટાકેદાર-લિજ્જતદાર લસણની ચટણી ખાવાનું છોડી દેશો. મહિલાના પગેથી વાટેલી લસણની પેસ્ટ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ મહિલાના પગમાં કોઈ રોગ કે ઇન્ફેક્શન હોય તો તેના બેક્ટેરિયા પણ આ ચટણીમાં ભળે છે અને પછી આ ચટણી વાળા શાકથી હોટેલોમાં ખાનારા લોકોના પેટમાં આ બેક્ટેરિયા જાય છે. 

આ ઘટના બાદ પાલિકા પર અનેક મોટા સવાલો ઉભા થયા છે. પાલિકાનું આરોગ્ય વિભાગ શું રાખે છે ધ્યાન? તેના પર સવાલ ઉભો થયો છે. આવું લસણ આરોગ્યને કેટલું હાની પહોંચાડશે તે પણ એક મોટો સવાલ છે. કોર્પોરેશનના ફૂડ ચેકિંગ વિભાગના અધિકારીઓ જુઓ આ દ્રશ્યો... કારેલીબાગ ઈન્દીરાનગર વિસ્તારના આ દ્રશ્યો છે. જેમાં પગથી લસણ પીસતી મહિલાએ કહ્યું, આ ચટણી હોટલ માટે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news