કર્મની કઠીનાઈ તો જુઓ! 3 વર્ષથી અમેરિકામાં વડોદરાની યુવતી ગુમ છે ને દાદી જોઈ રહી છે રાહ

વડોદરાની યુવતી માયુષી ભગત અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર કરવા ગઈ હતી. જ્યાં તે ગુમ થઈ ગઈ હતી. પરિવારે માયુષીને શોધવાના ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ સફળતા મળી નહોતી.

કર્મની કઠીનાઈ તો જુઓ! 3 વર્ષથી અમેરિકામાં વડોદરાની યુવતી ગુમ છે ને દાદી જોઈ રહી છે રાહ

રવિ અગ્રવાલ/વડોદરા: અમેરિકા ભણવા ગયેલી વડોદરાની માયુષી ભગત નામની વિદ્યાર્થિની ન્યૂજર્સીમાંથી 2019માં ગુમ થઈ હતી. હવે 3 વર્ષ પછી અમેરિકાની તપાસ એજન્સી FBIએ મિસિંગ પર્સનના યાદીમાં માયુષી ભગતનું નામ જાહેર કરતાં પરિવારે માયુષીને વહેલીતકે શોધી આપવા અમેરિકા અને ભારત સરકાર પાસે આજીજી કરી છે.  વડોદરાની માયુષી 29 એપ્રિલ 2019ના રોજ છેલ્લી વાર ન્યુજર્સી શહેરમાં જોવા મળી હતી. 28 વર્ષની માયુષીની તે પછી કોઈ ભાળ મળી નથી અને FBIએ તેની મિસિંગ અને કિડનેપ્ડ પર્સનની નવી યાદી જાહેર કરી છે. તેમાં વડોદરાની વિદ્યાર્થિની માયુષીનું પણ નામ છે. FBIએ પોતાની વેબસાઇટમાં ગુજરાતની માયુષીની માહિતી આપવાની સાથે એ અપીલ પણ કરી છે કે, જો માયુષી ભગત વિષે કોઈ સૂચના મળે તો FBIની લોકલ યુનિટને જાણકારી આપે. 

માયુષીના માતા પિતા સહિત આખો પરિવાર અમેરિકામાં જ સ્થાયી થયો છે.જેમને પોતાની દીકરીને શોધવા અનેક પ્રયાસો કર્યા પણ કોઈ સફળતા મળી રહી નથી. ત્યારે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા માયુષીના દાદી સરસ્વતી ભગત પણ માયુષીની રાહ જોઈને બેઠા છે. માયુષીના દાદી સરસ્વતીબેન ભગત કહે છે અમેરિકા ગયા પછી માયુષી બે વખત વડોદરા આવી હતી. મારી પૌત્રી ગુમ થયા બાદ અમને તેની ખુબ યાદ આવે છે. તે મારી ખુબ વ્હાલી હતી. મારી પૌત્રી મારી પાસે આવી જાય તેમ અમે ઇચ્છીએ છીએ.

માયુષી ભણવામાં ખૂબ હોશિયાર હતી, તે ગુમ થઈ જ ન શકે, તેની સાથે કઈ અઘટિત ઘટના બની હશે તેવું તેની દાદી માની રહી છે. સાથે જ માયુષીની દાદી અમેરિકા અને ભારત સરકારને તેમની દીકરીને શોધી આપવા આજીજી પણ કરી રહ્યા છે.

વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી

શું હતી સમગ્ર ઘટના?
મૂળ વડોદરાની વતની અને હાલ અમેરિકાના ન્યુજર્સીમાં રહેતી 24 વર્ષની માયૂષી ભગત 20 એપ્રિલથી પહેલી મેની વચ્ચે ગુમ થઈ હતી. માયૂષી વડોદરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં આગળનો અભ્યાસ કરવા માટે 2016માં અમેરિકા ગઈ હતી. માયૂષીએ પહેલા યૂનિવર્સિટી ઓફ ન્યૂ હેમ્પશાયરમાં એડમિશન લીધું હતું. બાદમાં તેણે ન્યૂયોર્કમાં આવેલી ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન ટ્રાન્સફર કરી દીધું હતું.

વડોદરામાં રહેતા તેના પિતા વિકાસ ભગત અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા તા. તેમનુ કહેવુ છે કે, તેમણે જર્સી સિટી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે, તેમણે છેલ્લે વોટ્સએપ પર માયુષી સાથે વાત કરી હતી. જ્યારે તેમણે વાત કરી હતી, ત્યારે તેમની દીકરી એકદમ સ્વસ્થ હતી. પણ 3 મે બાદ તે ઘરે પરત આવી ન હતી. ઉલ્લેખનીય છે કે, માયુષીના માતા દિપ્તીબેન અને પિતા વિકાસ ભગત બંને અમેરિકામાં ગત વર્ષે સ્થાયી થયા છે. તેમનો દીકરો પણ અમેરિકામાં જ રહે છે. 

https://lh3.googleusercontent.com/-36tcTurHQ3E/XPNokkYV1BI/AAAAAAAAHAM/IWlpfcP2Q1kJZMilnqzfYgctjzYk2eRCwCK8BGAs/s0/49790839_1027943267391599_798494721667235840_n.jpg

ભગતે કહ્યું કે તેમની પત્ની દીપ્તી પણ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી દીકરી સાથે અમેરિકામાં રહે છે અને તેમનો દીકરો પણ ગયા મહિનાથી અમેરિકામાં છે. તો બીજી તરફ, જર્સી સિટી પોલીસ પણ માયુષીને શોધી રહી છે, પણ હજી સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ તેની બહેનપણીઓ તથા તેની સાથે જોડાયેલા અન્ય લોકો સાથે પણ સતત વાત કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news