યુવકને બાઈક પર આગળ મંગેતરને બેસાડી રોમાન્સ કરવો ભારે પડ્યો, પોલીસે લીધું એક્શન

Couple Romance On Bike : વડોદરામાં રાતના સમયે સુમસામ રસ્તા પર યુવતીને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી યુવકે દિલફેંક રોમાન્સ કર્યો.... પોલીસે કરી યુવકની ધરપકડ

યુવકને બાઈક પર આગળ મંગેતરને બેસાડી રોમાન્સ કરવો ભારે પડ્યો, પોલીસે લીધું એક્શન

Vadodara News : આજકાલના યંગસ્ટર્સ વાહનો પર સ્ટંટ કરવાના રવાડે ચઢ્યા છે. વાહનો પર જોખમી રીતે સ્ટંટ કરીને પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે વડોદરામાં એક યુવકે બાઈકના આગળના ભાગે પોતાની મંગેતરને બેસાડીને બાઈક ચલાવ્યુ હતું. ત્યારે વડોદરા પોલીસે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને એક્શન લીધું છે. પોલીસે કલ્પેશ દરબાર નામના યુવક પર કલમ 279 અને એમ વી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીને બાઇક પર આગળ બેસાડી જોખમી રીતે બાઇક હંકારતા યુવકનો એક વીડિયો વાયરલ થયો હતો. વડોદરાના વીઆઇપી રોડ પર એક યુવક યુવતીને આગળ બેસાડીને બાઈક ચલાવી રહ્યો હતો. જોખમી રીતે યુવતીને બેસાડી બાઇક ચલાવવામાં આવતી હોવાનો વીડિયો અન્ય વાહન ચાલકે શૂટ કર્યો હતો. બાઇક ચાલક યુવક એ રીતે બાઇક ચલાવતો હતો કે, જો જરા પણ ચૂક થાય તો અકસ્માત સર્જાઈ શકતો હતો.

આ વીડિયો ઝડપભેર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે ન્યુ વીઆઇપી રોડ પર બાઈક પર સ્ટંટ કરવાનો મામલે વડોદરા પોલીસ તપાસ શરૂ કરી હતી. યુવતીને બાઈકની ટાંકી પર બેસાડી જીવ જોખમમાં મૂકાયા તે રીતે બાઈક ચલાવ્યું હતું. આ રીતે તે પોતાની અને યુવતી બંનેનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ હરણી પોલીસે કાર્યવાહી કરી છે. બાઈકના નંબરના આધારે પોલીસે ચાલકની ઓળખ કરી હતી.

 

(આ પ્રકારે સ્ટંટ કરવા જોખમી છે અને ગુનાપાત્ર બને છે, ZEE 24 કલાક આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું નથી)#Vadodara #stunt #Vralvideo #Gujarat #ZEE24KalakOriginalVideo pic.twitter.com/IvpiHXmBsJ

— Zee 24 Kalak (@Zee24Kalak) November 22, 2023

 

બાઈક ચાલક કલ્પેશ નટવરસિંહ દરબારની હરણી પોલીસે ધરપકડ કરી છે. પોતાની મંગેતરને બાઈકની ટાંકી પર બેસાડી બાઈક ચલાવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, કલ્પેશ પાસે લાઇસન્સ પણ નથી. છતા તેણે આ રીતે બાઈક ચલાવ્યું. પોલીસે કલ્પેશ દરબાર વિરૂદ્ધ ઇપિકો કલમ 279 અને એમ વી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news