શરમ કરો! વડોદરાવાસીઓના 17 લાખ રૂપિયાનું કરી દીધું પાણી: રમકડાં બની ગયા કેમેરા
Vadodara News: વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો પ્રજાના પૈસાનો કેવો વેડફાટ કરે છે તે ફરી એકવાર સાબિત થયું છે. લાખો રૂપિયાના ખર્ચે ઢોર પકડ પાર્ટીના વાહનો પર લગાવેલા કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની ગયા છે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: પ્રજાની સુખાકારી માટે તંત્ર લાખોનો ખર્ચ કરીને જાતભાતના દેખાડા કરે છે. પરંતુ ખરેખર આ દેખાડા જ હોય છે. કારણ કે વડોદરામાં ઢોર પકડ પાર્ટી પર થતાં અવાર નવાર હુમલાથી કર્મચારીઓને બચાવવા કેમેરા તો લગાવવામાં આવ્યા છે. પરંતુ લાખોના આ કેમેરા એક પણ વખત ચાલુ થયા નથી.
- વડોદરા કોર્પોરેશને ફરી બતાવી પોતાની અણઆવડત
- પ્રજાના 17 લાખ રૂપિયાનું કરી દીધું પાણી!
- શોભાના ગાંઠિયા બન્યા વાહનો પર લગાવેલા કેમેરા
- ઢોર પાર્ટીના વાહનો પર લગાવવામાં આવ્યા છે કેમેરા
પ્રજાના 17 લાખ રૂપિયાનું કરી દીધું પાણી!
વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો પ્રજાના પૈસાનો કેવો વેડફાટ કરે છે તે ફરી એકવાર સાબિત થયું છે. લાખો રૂપિયાના ખર્ચે ઢોર પકડ પાર્ટીના વાહનો પર લગાવેલા કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની ગયા છે. શહેરમાં ઢોરનો ત્રાસ વધતાં ઢોર પકડ પાર્ટીને એક્ટિવ કરવામાં આવી. પરંતુ અવાર નવાર ઢોર પાર્ટી પર હુમલાની ઘટનાઓ વધતાં કોર્પોરેશને કેમેરા લગાવ્યા.17 લાખનો ખર્ચ કરીને તમામ વાહનોને કેમેરાથી સજ્જ કરાયા. પરંતુ ઢોર પાર્ટીના એક પણ કર્મચારીને આ કેમેરો ચલાવતા જ નથી આવડતું.
કેમેરા સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા
ઢોર પાર્ટીના ટ્રેક્ટર સહિતના વાહનો પર કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી કેમેરો ચાલુ જ કરવામાં આવ્યો નથી. કારણ કે કોઈને તે ચલાવતા જ નથી આવડતું. કેમેરા તો લગાવ્યા પરંતુ કોઈ કર્મચારીને તેને ચલાવવાની ટ્રેનિંગ ન આપી. જેના કારણે હાલ આ તમામ કેમેરા શોભાના ગાંઠિયા સમાન જ બની રહ્યા છે. માત્ર દેખાડો કરવા લગાવેલા આ કેમેરા સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે.
કોઈ અનિશ્ચિનિય ઘટના બને તો તે કેમેરામાં રેકોર્ડ થઈ શકે
વિપક્ષના નેતા જ નહીં પરંતુ શહેરના સામાન્ય નાગરિકો પણ કહી રહ્યા છે કે કેમેરા ચાલુ હોવા જોઈએ. કારણ કે જો તે ચાલુ હશે તો અકસ્માત થાય તો પુરાવો મળી શકે. કોઈ અનિશ્ચિનિય ઘટના બને તો તે કેમેરામાં રેકોર્ડ થઈ શકે. પરંતુ કોર્પોરેશનને કોઈ રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે.
વડોદરા કોર્પોરેશન હવે આગળ શું કરે છે તે જોવાનું રહેશે?
ઢોર પાર્ટીના સુપરવાઈઝર પણ કહી રહ્યા છે કે, વાહનો પર લગાવેલા કેમેરા ચાલુ હોવા જોઈએ...જો તે ચાલુ હોય તો અમને ઘણી મદદ મળે. વડોદરા કોર્પોરેશને કેમેરા લગાવવાનો નિર્ણય તો ખુબ સારો કર્યો હતો. કોઈ પણ નિર્ણય કરવો તે સારી વસ્તું છે, પરંતુ તે નિર્ણયને જમીન પર ઉતારવો સૌથી મોટી વાત હોય છે. અહીં કોર્પોરેશને દેખાડો કરવા માટે કેમેરા તો લગાવી દીધા. પરંતુ તેને ચલાવવાની રીત કર્મચારીઓને ન શીખવાડી જેના કારણે હાલ પ્રજાના પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન હવે આગળ શું કરે છે તે જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે