ભાજપ પ્રમુખનો ભેદભાવભર્યો વહેવાર : જે વિસ્તારમાંથી મત નથી મળ્યાં, ત્યાં રૂપિયા ન વાપરવા

Vijay Shah Controversial Statement : વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિચિત્ર સલાહ.. કહ્યું, જ્યાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા... જ્યાં ખોબલેખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી

ભાજપ પ્રમુખનો ભેદભાવભર્યો વહેવાર : જે વિસ્તારમાંથી મત નથી મળ્યાં, ત્યાં રૂપિયા ન વાપરવા

Vadodara News : ભાજપનું સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ. ત્યારે ભાજપ જ નેતાઓ ભાજપની નાવડી ડુબાડવા માંગે છે. વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ આપી હતી. રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા. જ્યાં ખોબલેખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી. ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. 

જ્યાં 10-15 વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા
ગઈકાલે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા 'સબકા સાથ સબકા વિકાસ' સૂત્રના લીરેલીરા ઉડાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, દરેક ચૂંટણીમાં અમુક બૂથ પર ભાજપને મત નથી મળતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રિમતા નક્કી કરવી જોઈએ. કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવું. જ્યાં 10-15 વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા. જે ખોબલેખોબલે મત આપે તેમના કામ ન થાય તો વિચારવું જોઈએ. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2024

 

આ સાથે જ વિજય શાહે કાર્યકર્તાઓને લોકોની પડખે રહેવાની પણ સલાહ આપી છે. રજૂઆત કરવા આવતા લોકોને મદદ કરવાની સલાહ આપી હતી. આમ, વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપેલી વિચિત્ર સલાહ હાલ ચર્ચાના ચગડોળે ચઢી છે. 

વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય - ધારાસભ્ય યોગેશ પટેલ
તો બીજી તરફ, ભાજપ પ્રમુખના નિવેદનથી ભાજપના જ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ નારાજગી વ્યક્ત કરી છે. યોગેશ પટેલે કહ્યું કે, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો આદેશ એટલે માની જ લેવો એવું તો છે જ નઈ. વિજયભાઈ અમારા પ્રમુખ છે એમના વિચાર એવા હશે એટલે એમને એવું નિવેદન આપ્યું હશે. મતદારો સાથેના દ્વેષ ભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય. હુ છેલ્લા આઠ વર્ષથી ધારાસભ્ય થઉં છું. મારી વિધાનસભામાંથી વધુ વોટ મળ્યા છે. શહેર પ્રમુખ વિજય શાહના નિવેદનથી હું બિલકુલ સહમત નથી. અમે ધારાસભ્ય બનીએ અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાતજાતનો ભેદ નથી રાખતા. વિકાસના કામો પર સર્વ જ્ઞાતિનો સરખો અધિકાર છે. વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય. શહેરમાં આજદિન સુધી એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી થયો. મેં તમામ કોમ ને સાથે રાખી બધા મતદારોની સેવા કરી છે. જે લોકોએ મને વોટ નથી આપ્યા મેં એમના પણ કામો કર્યા છે. લોકોના કામ કરીશું તો જ વોટ વધશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2024

 

વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે વડોદરા શહેર ભાજપાના પ્રમુખ વિજય શાહના નિવેદનને વખોડ્યું છે. તેમણે કહ્યુ કે કોઈપણ વ્યક્તિને પ્રજા ચૂંટે છે અમે તે પ્રજાનો પ્રતિનિધિ બને છે. તેને જે ગ્રાન્ટ પ્રજાના પ્રતિનિધિ તરીકે મળે છે તે સરકારી ગ્રાન્ટ તમામ પ્રજાની હોય છે. ભાજપના નેતાનું આ નિવેદન પ્રજા સાથેનો દ્રોહ ગણાય આ નિવેદનને હું વખોડુ છું અને દુઃખ વ્યક્ત કરું છું. 

આમ, નોંધનીય છે કે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહની ચૂંટાયેલા સભ્યોને સુચના આપી છે કે છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ ફાળવવી નહીં. જેને મત નથી આપ્યા તેના કામો નહિ કરવા તથા જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા. તેમણે ઉમેર્યું હતું સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું. વિજય શાહે રાવપુરા વિધાનસભામાં આયોજિત સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં નિદેવન આપ્યું હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news