VADODARA: વ્હોટ્સએપ પર યુવકે બાજુ વાળા ભાભીને HI ભાભીજી મેસેજ કર્યો અને પછી...

શહેરમાં એક યુવકે તેના મિત્રની પત્નીના મોબાઈલ પર HI લખી ને મેસેજ મોકલતા તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીના પતિએ ભાઈ તેમજ પિતા સાથે મળીને માત્ર શંકાના આધારે મીત્રને મોતને ઘાટ ઉતારી દીધો. વડોદરા શહેરના જલારામ નગર ખાતે રહેતો કૌશિક પરમાર તેની પત્ની સાથે મોબાઈલ સિમ કાર્ડ અપગ્રેડ કરાવવા માટે ગયો હતો. દરમિયાન પત્નીના મોબાઈલમાં નજીકમાં રહેતા કમલેશ માળી નામના યુવાનના HI લખેલા ઉપરાછાપરી ત્રણ મેસેજ આવ્યા હતા. જેથી કૌશિક તેના ભાઈ તેમજ પિતા સાથે કમલેશના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા, પરંતુ ઉગ્ર બોલાચાલી થતા કૌશિકે આવેશમાં આવીને ભાઈ તેમજ પિતા સાથે મળીને કમલેશ માળી પર ઉપરાછાપરી છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી.
VADODARA: વ્હોટ્સએપ પર યુવકે બાજુ વાળા ભાભીને HI ભાભીજી મેસેજ કર્યો અને પછી...

વડોદરા : શહેરમાં એક યુવકે તેના મિત્રની પત્નીના મોબાઈલ પર HI લખી ને મેસેજ મોકલતા તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીના પતિએ ભાઈ તેમજ પિતા સાથે મળીને માત્ર શંકાના આધારે મીત્રને મોતને ઘાટ ઉતારી દીધો. વડોદરા શહેરના જલારામ નગર ખાતે રહેતો કૌશિક પરમાર તેની પત્ની સાથે મોબાઈલ સિમ કાર્ડ અપગ્રેડ કરાવવા માટે ગયો હતો. દરમિયાન પત્નીના મોબાઈલમાં નજીકમાં રહેતા કમલેશ માળી નામના યુવાનના HI લખેલા ઉપરાછાપરી ત્રણ મેસેજ આવ્યા હતા. જેથી કૌશિક તેના ભાઈ તેમજ પિતા સાથે કમલેશના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા, પરંતુ ઉગ્ર બોલાચાલી થતા કૌશિકે આવેશમાં આવીને ભાઈ તેમજ પિતા સાથે મળીને કમલેશ માળી પર ઉપરાછાપરી છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી.

યુવક કમલેશને લોહીલુહાણ હાલતમાં જોતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના ની ગંભીરતા જોતા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ કરતા સમગ્ર મામલાની હકીકત સામે આવી હતી.જેથી પોલીસે હત્યા માં સામેલ મૃતક ના મિત્ર કૌશિક પરમાર,કલ્પેશ પરમાર તેમજ તેઓના પિતા નટવરસિંહ પરમાર ની તેમના નિવસ્થાને થી ધરપકડ કરી હતી.

મહત્વનું છે કે, અગાઉ કમલેશે મિત્રની પત્નીની છેડતી કરી હોય કે મૃતક કમલેશ માળીના કૌશિક પરમારની પત્ની સાથે આડા સંબંધ હોવાનો કોઈ જ પુરાવો પોલીસને મળ્યો નથી. જેથી માત્ર આવેશમાં આવીને હત્યારાએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષણીક આવેશમાં આવીને યુવકે આ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news