VADODARA: માસ્ક મુદ્દે 4 યુવાનોએ પોલીસ સાથે કરી ઝપાઝપી અને PCR વાન પર પથ્થરમારો

શહેરના આર.વી દેસાઇ રોડ પર ટુ વ્હીલર પર જતા 4 શખ્સોએ પોલીસ સાથે માસ્ક મુદ્દે ઝપાઝપી કરી હતી અને ગાળો આપી હતી. પીસીઆર વાન પર પથ્થરમારો પણ કર્યો હતો અને ત્યાર બાદ ભાગી છુટ્યા હતા. જો કે પોલીસે તે પૈકીના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલ તો પોલીસે તમામ સામે ગુનો નોંધીને તપાસ આદરી છે. 
VADODARA: માસ્ક મુદ્દે 4 યુવાનોએ પોલીસ સાથે કરી ઝપાઝપી અને PCR વાન પર પથ્થરમારો

વડોદરા :શહેરના આર.વી દેસાઇ રોડ પર ટુ વ્હીલર પર જતા 4 શખ્સોએ પોલીસ સાથે માસ્ક મુદ્દે ઝપાઝપી કરી હતી અને ગાળો આપી હતી. પીસીઆર વાન પર પથ્થરમારો પણ કર્યો હતો અને ત્યાર બાદ ભાગી છુટ્યા હતા. જો કે પોલીસે તે પૈકીના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલ તો પોલીસે તમામ સામે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

નવાપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર રમેશભાઇએ આપેલી પોલીસ ફરિયાદ અનુસાર તેઓ આર.વી દેસાઇ રોડ પર સ્ટાફ સાથે ફરજ પર હાજર હતા. દરમિયાન શક્તિકૃપા સર્કલ તરફથી એક ટુ વ્હીલર ચાલક કોઇ કારણ વગર હોર્ન વગાડતો વગાડતો પુર ઝડપે આવી રહ્યો હતો.જેથી તેને અટકાવ્યો હતો. એક જ બાઇક પર 4 લોકો બેઠા હતા. તે પૈકી કોઇએ પણ માસ્ક પહેર્યું નહોતું. જેથી અમે માસ્ક અંગે પુછપરછ કરીને તેમની ગાડીના કાગળ અને લાયસન્સ માંગ્યા હતા. 

જો કે પ્રતાપબ્રિજ પરથી અજાણ્યો એક વ્યક્તિ દોડી આવ્યો અને પોલીસે આ લોકોને કેમ રોક્યા તેમને જવા દો. તેમ કહીને અમારી સાથે અભદ્રભાષામાં ઉગ્ર બોલાચાલી ચાલુ કરી હતી. ત્યાર બાદ અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. પકડાયેલા લોકોને છોડાવીને તમામ લોકો નાસી છુટવા માટે પીસીઆ પર પણ પથ્થરમારો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news