વડનગરમાં સચવાશે પીએમની બાળપણની યાદો, જ્યાં ચા વેચતા તે સ્ટોલને નવો બનાવાયો
વડનગર અને પીએમ મોદીનો નાતો જૂનો છે. જે સ્થળે કોઈનુ બાળપણ વિત્યુ હોય તે ક્યારેય ભૂલાતુ નથી. ત્યારે પીએમ મોદીના બાળપણને તો આખો દેશ યાદ કરે છે. આ યાદગીરી રહે તે માટે વડનગર સ્ટેશન પર તેમની બાળપણની યાદોને સાચવવામા આવી રહી છે. વડનગર સ્ટેશન પર PM મોદી બાળપણમાં પિતા સાથે જે ટી સ્ટોલમાં કામ કરતાં અને પિતાને મદદ કરતાં આબેહૂબ તેવુ જ ટી-સ્ટોલ પણ નવું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ હવે તેમનુ જૂનુ ટી સ્ટોલ પણ સાચવવામાં આવશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :વડનગર અને પીએમ મોદીનો નાતો જૂનો છે. જે સ્થળે કોઈનુ બાળપણ વિત્યુ હોય તે ક્યારેય ભૂલાતુ નથી. ત્યારે પીએમ મોદીના બાળપણને તો આખો દેશ યાદ કરે છે. આ યાદગીરી રહે તે માટે વડનગર સ્ટેશન પર તેમની બાળપણની યાદોને સાચવવામા આવી રહી છે. વડનગર સ્ટેશન પર PM મોદી બાળપણમાં પિતા સાથે જે ટી સ્ટોલમાં કામ કરતાં અને પિતાને મદદ કરતાં આબેહૂબ તેવુ જ ટી-સ્ટોલ પણ નવું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ હવે તેમનુ જૂનુ ટી સ્ટોલ પણ સાચવવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીના બાળપણ સાથે જોડાયેલ વડનગર રેલવે સ્ટેશન આજે મુસાફરોથી ધમધમી રહ્યુ છે. આ એ જ સ્ટેશન છે, જ્યાં પીએમ મોદી પોતાના બાળપણમાં પિતા સાથે ચાની કીટલી પર કામ કરતા હતા. તેમના બાળપણના કિસ્સા પણ પ્રચલિત છે. તેઓ સ્ટેશનના T13 નંબર ટી સ્ટોલ પર કામ કરતા હતા. ત્યારે હવે વર્ષો જૂના આ ટી સ્ટોલને નવુ બનાવવામાં આવ્યુ છે. PM મોદી બાળપણમાં પિતા સાથે જે ટી સ્ટોલમાં કામ કરતાં અને પિતાને મદદ કરતાં આબેહૂબ તેવુ જ ટી-સ્ટોલ પણ નવું તૈયાર કરવામાં આવ્યું છે.
અહી આવનજાવન મુસાફરો આ ટી સ્ટોલને નિહાળી શકે છે. આ સ્ટોલને પણ પીએમ મોદીના જૂના સ્ટોલનો નંબર આપવામાં આવ્યો છે. આમ, હવે એમ કહી શકાય કે પીએમ મોદી પિતાના સ્ટોલ પર લોકો ચા પી રહ્યા છે. નવા સ્ટોલને જૂના સ્ટોલ જેવો જ લુક આપવામા આવ્યો છે. નવા ટી સ્ટોલને નરેન્દ્ર મોદીના પિતાનું નામ આપવામાં આવ્યુ છે.
જૂના સ્ટોલને સાચવાશે
જૂની ચાની કીટલીથી પીએમ મોદીની અનેક યાદો જોડાઈ છે. તેથી તેને ફેંકી દેવામાં નહિ આવે. જ્યાં તેમની યાદો સચવાઈ છે, બાળપણમાં જ્યાં કામ કર્યું હતુ તે ચાના સ્ટોલને સાચવવામાં આવશે. જૂના ટી સ્ટોલને ટફન બોક્સમાં મૂકાશે.
આ પણ વાંચો : PM ના સપનાને સાકાર કર્યું આ અમદાવાદીએ, સોસાયટીના રહીશો 365 દિવસ પીએ છી વરસાદનું સંગ્રહ કરેલુ પાણી
વડનગરમાં વિત્યુ પીએમનુ બાળપણ
વડનગર રેલ્વે સ્ટેશન પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના બાળપણનો સમય પિતા સાથે ચા વેચીને વિતાવ્યો છે. આ એજ રેલ્વે સ્ટેશન છે જ્યાં બાળપણ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પિતા સાથે ચા વેચતા હતા. તે સમયે એકદમ નાનું સ્ટેશન આજે અધતન અને વિશાળ બનાવવામાં આવ્યું છે. ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે લાંબા સમય બાદ ફરી ટ્રેન સેવા શરુ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે