UPSC Result: અમદાવાદ સ્પીપાના 16 ઉમેદવારોએ વગાડ્યો ડંકો, સમગ્ર દેશમાં અતુલ ત્યાગી ઝળક્યો
UPSC final Result 2022: અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં 16 ઉમેદવારો સફળ થયા છે. અમદાવાદ સ્પીપાનો ઉમેદવાર અતુલ ત્યાગીએ 145મો રેન્ક મેળવ્યો છે. સપ્ટેમ્બર 2022માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી
Trending Photos
UPSC CSE Final Result 2023: અતુલ તિવારી/અમદાવાદ: UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ઇશીતા કિશોર, ગરિમા લોહિયા અને ઉમા હરાથીનો ટોપ થ્રીમાં સમાવેશ થયો છે. UPSCના પરિણામમાં ટોપ 10માંથી 6 મહિલા અને 4 પુરુષ ઉમેદવારનો સમાવેશ થાય છે. ઇશીતા કિશોર ઇકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએટ છે અને તેમણે શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામના પરિણામમાં ગુજરાત પણ પાછળ નથી. અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં 16 ઉમેદવારો સફળ થયા છે. અમદાવાદ સ્પીપાનો ઉમેદવાર અતુલ ત્યાગીએ 145મો રેન્ક મેળવ્યો છે. સપ્ટેમ્બર 2022માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પર્સનાલિટી ટેસ્ટ યોજાયા હતા.
UPSC દ્વારા જાહેર કરાયેલા સિવિલ સર્વિસીઝ 2022 માં સ્પીપા અમદાવાદના 16 ઉમેદવારો
- 1. AIR 145 સાથે અતુલ ત્યાગી સ્પીપા અમદાવાદમાં પ્રથમ, ઈંગ્લીશ લિટરેચરનો કર્યો છે અભ્યાસ
- 2. AIR 262 સાથે દુષ્યંત બેડા બીજા ક્રમે, ઇતિહાસ
- 3. AIR 394 સાથે વિષ્ણુ શશીકુમાર ત્રીજા સ્થાને, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 4. AIR 414 ચંદ્રેશ શખાલા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 5. AIR 712 ઉત્સવ જોગાણી, જિયોગ્રાફી
- 6. AIR 738 માનસી મિણા, સોશિયોલોજી
- 7. AIR 812 કાર્તિકેય કુમાર, સાયકોલોજી
- 8. AIR 814 મૌસમ મહેતા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 9. AIR 823 મયુર પરમાર, ગુજરાતી લિટરેચર
- 10. AIR 865 આદિત્ય અમરાણી, સોશિયોલોજી
- 11. AIR 867 કેયુર પારગી, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 12. AIR 869 નયન સોલંકી, ગુજરાતી લિટરેચર
- 13. AIR 894 કૌશિક મંગેરા, જિયોગ્રાફી
- 14. AIR 904 ભાવના વાઢેર, એંથ્રોપોલોજી
- 15. AIR 914 ચિંતન દુધેલા, ફિલોસોફી
- 16. AIR 925 પ્રણવ ગૈરોલા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
મહત્વનું છે કે, IAS, IFS, IPS તેમજ સેન્ટ્રલ સર્વિસીઝ ગ્રૂપ A અને B માટે ઉમેદવારોને એપોઇન્ટ કરાશે. સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં દેશભરમાંથી કુલ 933 ઉમેદવારો સફળ થયા છે. જેમાં 345 જનરલ, 99 EWS, 263 OBC, 154 SC તેમજ 72 ST કેટેગરીના ઉમેદવારો સફળ થયા છે. IAS માટે 180, IFS માટે 38, IPS માટે 200, સેન્ટ્રલ સર્વિસીઝ ગ્રૂપ A માટે 473 તેમજ ગ્રુપ B સર્વિસીઝ માટે 131 ઉમેદવારોને સફળ જાહેર કરાયા છે.
UPSC ના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ભાગ લેનાર ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર UPSC પરિણામ 2022 જોઈ શકે છે. UPSC એ 24 એપ્રિલથી 18 મે, 2023 સુધી 582 ઉમેદવારો માટે ત્રીજા તબક્કાના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા. હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
How to download UPSC CSE Final Result 2022
- કમિશનની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જાઓ.
- પછી 'Final Result - Civil Services Examination, 2022' લિંક પર ક્લિક કરો.
- હવે તમારી સામે UPSC પરિણામની PDF ખુલશે.
- ઉમેદવારો આ PDF માં તેમનું નામ અને રોલ નંબર ચકાસી શકે છે.
UPSC 2022 Result: UPSC નું અંતિમ પરિણામ જાહેર, આ રહી ટોપર્સની યાદી અને માર્કશીટ
UPSC CSE પરીક્ષા 2022: ક્યારે લેવામાં આવી હતી UPSC પરીક્ષા?
UPSC પ્રિલિમ પરીક્ષાનું આયોજન 5મી જૂન 2022ના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે, તેનું પરિણામ જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે, UPSC ઇન્ટરવ્યુ 18 મે 2023 ના રોજ સમાપ્ત થયો. હવે ઉમેદવારોના અંતિમ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે