આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :આજે પહેલી ઓગસ્ટ 2020થી રાજ્યમાં અનલોક ૩ લાગુ થઈ ગયું છે. અનલોક 3 (Unlock 3) સાથે જ નવા નિયમો પણ લાગુ કરાયા છે. આજથી રાત્રિ કરફ્યૂમાંથી લોકોને મુક્તિ મળી છે. તો અમુલ પાર્લર પર આજથી 2 રૂપિયાની નજીવી કિંમતે માસ્ક મળી રહ્યાં છે. તો સાથે જ માસ્ક પહેરવા અંગે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. સસ્તા ભાવે માસ્ક મળતા લોકો જથ્થામાં માસ્કની ખરીદી કરી રહ્યાં છે. તો લોકો ઘર-પરિવાર અને ઓફીસ ફેક્ટરીના સ્ટાફ માટે સર્જિકલ માસ્કની ખરીદી કરી રહ્યાં છે.
અમદાવાદનો દિલધડક કિસ્સો, મોટી ઉંમરે સંતાન થતા લોકો શું બોલશે એ બીકે દંપતી બાળકીને હોસ્પિટલમાં મૂકીને ફરાર થયું
ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે અનલોક-3માં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી. આજથી રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન, કોરોના વોરિયર્સ અને રિકવર લોકોને આમંત્રણ અપાશે
જોકે, હોટેલ-રેસ્ટોરન્ટનો સમય વધારીને 10ની જગ્યાએ 11થી 12 વાગ્યા સુધીનો કરવાની હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના એક માલિકે જણાવ્યું હતું કે, ચાર મહિનાથી કોઈ ધંધો નથી. માત્ર પાર્સલ પર ધંધો ચાલે છે. 11થી 12 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટ ખુલી રાખવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે