ડાકોરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા

યાત્રાધામ ડાકોરમાં ભક્તોની હતી ભારે ભીડ..બપોરના સમયે રાજા રણછોડને ભોગ ધરાવવા માટે મંદિર બંધ હતુ. મદિરની બહાર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા. કીકીયારીઓ પાડતા, બુમો પાડતા આ લોકો મંદિરના દરવાજા તોડી નાખે તેટલી તાકાત લગાવી રહ્યા છે...

ડાકોરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા

નચિકેત મહેતા/ખેડા: શું તમે ટોળા દ્વારા મંદિરમાં થતી લુંટ જોઇ છે. જીહા...ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષના દિવસે 200થી વધુ માણસોના ટોળાએ લુંટ કરી, પોલીસની નજર સામે જ આ ટોળુ 3 હજાર કિલો અન્નકુટની લુંટ કરી ફરાર થઇ ગયું. 

નવા વર્ષના આગલા દિવસે એટલે પડતર દિવસ...યાત્રાધામ ડાકોરમાં ભક્તોની હતી ભારે ભીડ..બપોરના સમયે રાજા રણછોડને ભોગ ધરાવવા માટે મંદિર બંધ હતુ. મદિરની બહાર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા. કીકીયારીઓ પાડતા, બુમો પાડતા આ લોકો મંદિરના દરવાજા તોડી નાખે તેટલી તાકાત લગાવી રહ્યા છે, અને દરવાજા ખુલતાની સાથે જ આ ટોળુ મંદિમાં ઘૂસી ગયું, અને નીજ મંદિરમાં પીરસવામાં આવેલ 3 હજાર કીલો એટલે કે 151 મણ જેટલો અન્નકુટનો પ્રસાદ માત્ર 20 મીનીટમાં જ લુંટીને છુ મંતર થઇ ગયા. 

તમે વધારે કઇ વીચારો એ પહેલાા અમે આપને જણાવી દઇએ કે યાત્રાધામ ડાકોરમાં સંવત 1772થી આ પરંપરા ચાલી આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ડાકોરની આસપાસના 80 જેટલા ગામના ક્ષત્રિય ભાઈઓને અન્નકુટ લુંટવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે અને મંદિરના આમંત્રણને માન આપી 200થી વધારે માણસો આ અન્નકુટ લુંટવા માટે બેસતા વર્ષે અહીં પહોંચી જાય છે. લુંટની આ પ્રથામાં કોઇને જાનહાનિ ના પહોંચે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવે છે.

વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. ડાકોર અને શ્રીનાથજીમાં બે જ જગ્યા પર અન્નકુટ થાય છે અને તે અન્નકુટ લુંટવાની પ્રથા છે. કારતુક સુદ એકમે કે જે વર્ષો પહેલા ગામોની રક્ષા કરનાર ભક્તોને આ પ્રસાદનો લાભ મળે તે માટે ટ્રસ્ટ દ્વારા અન્નકુટની સામગ્રી તૈયાર કરી, બ્રામણો દ્વારા અન્નકુટ પીરસાય છે. જે બાદ 70 થી 75 ગામડાના મંદિરના આમંત્રણથી આવેલા ગામડાના ભક્તો આ પ્રસાદ લેવા માટે અહી આવે છે. આ પ્રથા લુંટવાની પ્રતા હોવાથી 1772 થી આ પ્રથા અમલમાં છે.

સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટતી હોય છે. તહેવારોના દિવસોમાં થતા અન્નકુટના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવી પહોચતા હોય છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં અન્નકુટં લુંટની આ પરંપરા પોતાની રીતે જ એક અનોખી પરંપરા છે. જેમ રાજા રણછોડની કૃપા ને કોઇ સમજી સકતુ નથી, તેમ જ આવી લૂંટ કરવા જેવી પ્રથા પણ વૈષ્ણવોની સમજ બહાર જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news