અનોખી સિદ્ધિ: જામનગરના વૃદ્ધે 75 વર્ષની ઉંમર સુધીમાં રાખ્યો 75 મેડલનો લક્ષ્યાંક, 6 વર્ષ અગાઉ હાંસલ કર્યો

જામનગરમાં વૃદ્ધ અવસ્થાએ પણ યુવા દોઢ વીરની છાપ ધરાવતા મનસુખભાઈ નાકરાણીએ 27 સ્પર્ધામાં એક થી ત્રણમાં નંબર મેળવે છે. ઉપરાંત સાયન્સ એથલેટીક્સ ક્લબ દ્વારા વર્ષ 2022માં 20 કિલોમીટર રનીંગ/ વોકિંગ સ્ટેજ 3 માં 1515 કિલોમીટરની ઇવેન્ટ પૂર્ણ કરી છે.

અનોખી સિદ્ધિ: જામનગરના વૃદ્ધે 75 વર્ષની ઉંમર સુધીમાં રાખ્યો 75 મેડલનો લક્ષ્યાંક, 6 વર્ષ અગાઉ હાંસલ કર્યો

મુસ્તાક દલ/જામનગર: વિદેશમાંથી શારીરિક ચુસ્તાની પ્રેરણા લઈ અને જામનગરમાંથી બેંક નિવૃત્ત થયેલા વૃદ્ધ દોડવીર આજના યુવાઓને સ્વાસ્થ્ય બાબતે અનોખી પ્રેરણા આપી રહ્યા છે. જામનગરના ટેલિફોન એક્સચેન્જ રોડ નજીક રહેતા મનસુખભાઈ મોહનભાઈ નાકરાણીએ 62 વર્ષની ઉંમરે દોડવાની શરૂઆત કરીને 9 વર્ષમાં 75 મેડલ મેળવ્યા હતા. 2013માં બેન્કમાંથી નિવૃત્ત થયા બાદ અમેરિકા જઈ લોકોની શારીરિક ચુસ્તતા જોઈને તેમને પ્રેરણા મળી હતી અને વર્ષ 2014માં જામનગર આવી ચાલવાની અને દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

જામનગરમાં વૃદ્ધ અવસ્થાએ પણ યુવા દોઢ વીરની છાપ ધરાવતા મનસુખભાઈ નાકરાણીએ 27 સ્પર્ધામાં એક થી ત્રણમાં નંબર મેળવે છે. ઉપરાંત સાયન્સ એથલેટીક્સ ક્લબ દ્વારા વર્ષ 2022માં 20 કિલોમીટર રનીંગ/ વોકિંગ સ્ટેજ 3 માં 1515 કિલોમીટરની ઇવેન્ટ પૂર્ણ કરી છે. આ સિવાય 20 કિમી સાઈકલિંગ, 1700 કિમી પદયાત્રા પણ તેમણે પૂર્ણ કરી છે. 

હાલના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય બાબતે મોંઘી દાટ સારવાર કરાવતા હોય છે અને તેની પાછળ અનેક ઘણો ખર્ચ કરવામાં આવતો હોય છે. પરંતુ સાચા અર્થમાં પોતાનું સ્વાસ્થ્ય જણાવવું હોય તો દરરોજ અને નિયમિત ચાલુ અને દોડવું એ આરોગ્ય માટે ખૂબ જ હિતાવહ ગણી શકાય છે. આજના સમયમાં લેવામાં આવતો અયોગ્ય ખોરાક અને બીજ જરૂરી દવાઓ તેમજ પ્રદૂષિત હવા અને વાતાવરણના કારણે પણ સ્વાસ્થ્યને સાચવવા દોડવું અને ચાલવું એટલું જ જરૂરી છે.

જામનગરના મનસુખભાઈ નાકરાણીએ દોડવા બાબતે તેમની અથાગ મહેનત અને પરિશ્રમ અંગે જણાવ્યું હતું કે પહેલા ક્યારે ચાલવાનો દોડવાની ટેવ ન હોતી એટલે શરૂઆતમાં ખૂબ જ અઘરું લાગ્યું. પરંતુ મજબૂત મનોબળ મનમાં પ્રવેશેલી ગાંડી ધૂનને સાકાર પ્રેક્ટિસ ચાલુ રાખી તેમજ આત્મવિશ્વાસમાં વધારો કર્યો. દોડવાની શરૂઆત કરી ત્યારે ઉંમર 62 વર્ષની હતી. ત્યારબાદ ભારત સરકારના આઝાદી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને ખૂબ જ મહેનત કરી 75 મેડલ મેળવવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. 

75 વર્ષની ઉંમર સુધીમાં 75 મેડલનો લક્ષ્યાંક 62 વર્ષે દોડવાની શરૂઆત કરતા એક લક્ષ્ય રાખ્યું હતું કે મારી ઉંમર 75 વર્ષ થયા ત્યારે 75 મેડલ મેળવવા. હાલ ભારત સરકારના અમૃત મહોત્સની ઉજવણી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખી તનતોડ મહેનત કરી 6 વર્ષ પહેલા લક્ષ્યાંક હાંસલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news