'ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે તે રાજપૂત નથી ભાજપૂત છે' રૂપાલાવાળા વિવાદમાં રાજવીની એન્ટ્રી!

Union minister Parshottam Rupala Controversy: રૂપાલાના વિવાદમાં ભાવનગરના રાજવીની એન્ટ્રીથી મામલો ગરમાયો. જાણો રાજવી પરિવારના યુવરાજે એવું તો શું કહ્યું કે હડકંપ મચી ગયો.

'ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે તે રાજપૂત નથી ભાજપૂત છે' રૂપાલાવાળા વિવાદમાં રાજવીની એન્ટ્રી!

Kshatriya Protests Against Rupala: ભાજપના નેતા, રાજકોટથી લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં હવે થઈ છે રાજપૂત સમાજના રાજવીની એન્ટ્રી. ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, પુરુષોત્તમ રૂપાલા એક કેન્દ્રિય મંત્રી છે, સીનિયર અનુભવી નેતા છે, એક રાજકીય વ્યક્તિ છે પણ તેમણે જે નિવેદન આપ્યું છે તે દુઃખની વાત છે. સમાજમાં ગુસ્સો રહેશે, વિરોધ પણ થશે. રોટી અને બેટીના જે શબ્દો વાપરવામાં આવ્યાં હતાં તે અયોગ્ય છે. આપણાં ઘરે આપણી બેટીઓ હંમેશા સુરક્ષિત હતી. જમવા માટે રોટલી એટલાં માટે હતી કે, યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજા-મહારાજાઓ પોતાના પ્રાણોની આહુતિ આપતા હતા. તેથી સ્વભાવિક છે કે વિરોધ તો થવાનો છે. રાજપૂત સમાજના વડીલો અને સમાજ શું નિર્ણય લે છે તે જોવું રહેશે.

ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, ગોંડલમાં રાજપૂત સમાજ સાથે પરસોત્તમ રૂપાલાની સમાધાન માટેની બેઠક થઈ હતી. જોકે, એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છેકે, આ બેઠકમાં મોટેભાગે બધા ભાજપના જ કાર્યકરો અને નેતાઓ હતા. તેથી ભાજપ સાથે જોડાયેલાં ક્ષત્રિય નેતાઓએ આ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો છે. પણ શું ખરેખર સમાજને આ સમાધાન મંજૂર છે આ સવાલ પણ હાલ ચર્ચામાં છે. 
ત્યારે રાજવી પરિવારના વંશજ એવા યુવાને

'ભાજપમાં જેટલાં રાજપૂત છે તે રાજપૂત નથી પણ ભાજપૂત થઈ ગયા છે'
જયવીર રાજસિંહએ વધુમાં જણાવ્યું છેકે, ગોંડલમાં સમાધાનનું આયોજન જયરાજસિંહે કરાવ્યું હતું. જયરાજસિંહ રાજપૂત સમાજના આગેવાન છે તેથી હું એમના વિશે કંઈ નેગેટિવ તો નહીં કહું. યુવામાં ભારે રોષ છે. લોકો કહી રહ્યાં છેકે, આ સમાધાન અમને મંજૂર નથી. રાજપૂત સમાજના અન્ય લોકો ત્યાં હજાર નહોતા એ વાત સાચી છે. મેં જેટલાં પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છેકે, એમનું એવું માનવું છેકે, ભારતીય જનતા પાર્ટીમાં જેટલાં પણ રાજપૂત છે તે રાજપૂત નથી રહ્યાં પણ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, પછી સમાજ... એ બાબત સાવ ખોટી છે, એવું ના થવું જોઈએ. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં પણ દેશના તમામ સમાજ માટે પહેલાં સમાજ હોવો જોઈએ પછી રાજકીય પક્ષ આપવવો જોઈએ. રાજકીય પક્ષ તરીકે તમે કોઈપણ નિર્ણય લો એ તમારો હક્ક છે, પણ સમાજનું અપમાન નહીં સાંખી લેવાય. 

'રૂપાલા જેવા માણસોથી હું દૂર જ રહેવાનું પસંદ કરીશ'
રાજવી પરિવારના વંશજ એવા જયવીર રાજસિંહે જણાવ્યું છેકે, રૂપાલાને ટિકિટ મળે કે ના મળે, એમની ટિકિટ પાછી ખેંચાય કે ના ખેંચાય, તેમની રાજકીય કારકિર્દી વિશે મને કોઈ રસ નથી. તેનો નિર્ણય રાજકોટની જનતા લેશે. હું મારા સમાજ સાથે છું. આવા લોકોથી હું દૂર રહેવાનું પસંદ કરીશ. દુરથી જય માતાજી કરીને વાત કરીશ, આવા લોકો સાથે વધારે વાત નહીં કરું. કારણકે, તેમણે રાજપૂત સમાજ માટે જેવા ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે તે હરહાલમાં અયોગ્ય જ છે.

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો શું હતો મુદ્દો?
ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ઉમેદવારોના નામની જાહેરાત સાથે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. એવામાં હાલ સૌથી વધારે ચર્ચામાં છે કેન્દ્રીય મંત્રી, રાજકોટની ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલા. કારણ છે તેમણે કરેલી એક ટિપ્પણી. પરષોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી હતી, ત્યાર બાદ રાજપૂત સમાજ રોષે ભરાયો છે. ત્યાર બાદ ચારેય કોરથી રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં સુધી કે રાજકોટથી રુપાલાની ટિકિટ રદ્દ કરીને ભાજપ બીજા ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહી છે.

રૂપાલા સમગ્ર મામલે માંગી ચુક્યા છે માંફીઃ
સમગ્ર વિવાદ મામલે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની હાજરીમાં હાથ જોડીને માંફી માંગી ચુક્યા છે. હાલમાં ગોંડલમાં ક્ષત્રિય સમાજની હાજરીમાં રૂપાલાએ રાજપૂત સમાજની માફી માંગી હતી. જોકે, હવે આ મુદ્દે પણ રાજકારણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમ ભાજપના નેતાઓએ જ આયોજીત કર્યો હતો અને ભાજપ સિવાય બીજા કોઈ ક્ષત્રિય આગેવાનો ત્યાં હાજર નહોતા એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે. સાથે જ આ સમાધાન સમાજને મંજૂર ન હોવાની વાતે પણ જોર પકડ્યું છે. એવામાં સમગ્ર મામલામાં થઈ છે ભાનગરના રાજવી પરિવારની એન્ટ્રી. રાજપૂત સમાજના આગેવાન એવા ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહએ આ અંગે મોટું નિવેદન આપતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news