'પાકિસ્તાન તો શું..., બધા દેશો ભેગા મળીને હુમલો કરે તો પણ...' ગાંધીનગરમાં અમિત શાહની સિંહ ગર્જના!

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ગૃહમંત્રીએ ગાંધીનગરના માણસામાં પૂજા અર્ચના કરી હતી. બહુચર માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
 

'પાકિસ્તાન તો શું..., બધા દેશો ભેગા મળીને હુમલો કરે તો પણ...' ગાંધીનગરમાં અમિત શાહની સિંહ ગર્જના!

Amit Shah Gujarat Visit: ઝી બ્યુરો/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરના માણસાની મુલાકાત લીધી. જેમાં તેમણે સવારે અમદાવાદ ખાતે ઘાટલોડિયામાં આયોજિત તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ, સાથે જ લોકોને પોતાના ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરી હતી. 

મારા વતન માણસા સ્થિત કુળદેવી બહુચર માતા મંદિર ખાતે દર્શન અને પૂજા તેમજ દેશવાસીઓના કલ્યાણની પ્રાર્થના કરી. માતાજી સૌ જન પર તેમના આશીર્વાદ વરસાવે.

‘જય માડી બહુચરા’ pic.twitter.com/HbOVLGGXL0

— Amit Shah (@AmitShah) August 13, 2023

તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યા બાદ અમિત શાહ સાયન્સ સિટી પહોંચ્યા, જ્યાં તેમણે વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગરના માણાસ પહોંચ્યા, જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની લોકોને ભેટ આપી. અમિત શાહે માણસા ખાતે પોતાના કુળદેવી બહુચર માતાજીના પણ દર્શન કર્યાં. જ્યાં તેમણે પરિવાર સાથે આરતીનો પણ લ્હાવો લીધો. 

— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2023

માતાજીના દર્શન કર્યા બાદ અમિત શાહ તેમની માતાના નામે ચાલતા અન્નગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સહપરિવાર સાથે ભોજન પણ લીધુ હતુ. એટલું જ નહીં એક સામાન્ય માણસની જેમ ગરીબ લોકો સાથે ખુલ્લા મને ચર્ચા પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુવાનોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે તો પણ તેઓ નિષ્ફળ જાય તે પ્રકારની સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે. 

— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2023

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તાર માણસાથી વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારાઓની મોદીજીએ ધોલાઈ કરી છે. વિપક્ષી દળો હવે નામ બદલીને આવ્યા છે. નામ બદલનારાઓને કોણ મત આપશે તમે જ કહો. મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે જીતશે. 

કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, 12 લાખ કરોડના ગોટાળાના છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસે કર્યા હતા. કોઈ પેઢી જાણી જાય નહિ એટલે નામ બદલવા મળ્યા છે. UPAની જગ્યાએ india નામ લઈને આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગષ્ટે આઝાદીના અમૃત મહોત્સવ પૂર્ણ થશે. તમામ લોકોને વિનતી તિરંગો પોતાના ઘર પર ફરકાવે. 9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ ભારતનું નામ આખા વિશ્વમાં ગુંજતું કર્યું છે. 11માં ક્રમેથી ભારતને 5માં ક્રમે લાવ્યા છે. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ વતન માણસામાં અનેક વિકાસકાર્યોની આપી ભેટ....

  • માણસા-બાલવા ફોર લેન રોડનું કર્યું ખાતમૂર્હૂત
  • ચંદ્રાસર તળાવના બ્યુટિફિકેશનનું કર્યું ખાતમૂર્હૂત
  • LED સ્ટ્રીટ લાઈટ અને પોલના કામનું કર્યું લોકાર્પણ
  • અમિત શાહે ગુજરાતી ભાષાને સાચવવા કરી અપીલ
  • હું અંગ્રેજીનો વિરોધી નથી, ગુજરાતી સાચવવી જરૂરીઃ શાહ....
  • વિપક્ષના ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર....
  • '12 લાખ કરોડના ગોટાળા કર્યા એટલે નામ બદલવું પડ્યું'....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news