Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : પ્રમુખસ્વામી મહારાજને UN માં શ્રદ્ધાંજલિ, લંડન-ન્યૂયોર્કમાં ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો

Pramukh Swami Maharaj centenary : પ્રમુખ સ્વામી મહારાજની આજે 101મી જન્મજયંતિ... લંડનમાં ખાતે આયોજિત કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી અપાશે શ્રદ્ધાંજલિ... 

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : પ્રમુખસ્વામી મહારાજને UN માં શ્રદ્ધાંજલિ, લંડન-ન્યૂયોર્કમાં ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો

Pramukh Swami Maharaj centenary : આજે પ્રમુખ સ્વામી મહારાજની 101 મી જન્મજયંતી છે. ત્યારે વિવિધ દેશોમાં પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી ઉજવવવામાં આવનાર છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને ખાસ શ્રદ્ધાંજલિ આપવામા આવશે. ન્યૂયોર્ક અને લંડનમાં ખાસ કાર્યક્રમ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવામા આવશે. 

સંયુક્ત રાષ્ટ્રના ભારતીય સ્થાયી પ્રતિનિધિમંડળ દ્વારા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના જન્મશતાબ્દી વર્ષ પર બુધવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જેમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થામાં ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરાયો છે. ‘The World is One Family: Life and Message of Pramukh Swami Maharaj’ ટાઈટલ આધારિત કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજની જીવની બતાવવામા આવશે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજ આ કાર્યક્રમમાં વક્તાઓ પૈકી એક છે. આ ઇવેન્ટ 8 ડિસેમ્બરના રોજ સવારે 2:30 થી સવારે 4:00 વાગ્યાની વચ્ચે લાઇવ થશે, તેવુંમ મંગળવારે BAPS દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે. BAPS યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં કન્સલ્ટેટિવ ​​સ્ટેટસ ધરાવે છે, જે 2000માં આપવામાં આવ્યું હતું. 

લંડનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં આયોજિત થનારા ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી સમગ્ર વિશઅવ એક પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય તેમજ તેમના વૈશ્વિક પ્રભાવ વિશે બતાવવામા આવશે. આ અવસર પર લંડનના વેસ્ટમિંસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાનું ટાવર ગાર્ડનમાં અનાવરણ કરવામા આવશે. 

15 ડિસેમ્બરથી ગુજરાતમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ
ગુજરાતના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શાનથી ઉજવાશે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 ના એક મહિના દરમ્યાન આ ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. જેમાં સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે. એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે. 

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. 15 ડિસેંબરથી 15 જાન્યુઆરી સુધી શતાબ્દી મહોત્સવ ઉજવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news