INDvsWI:ઉમેશ યાદવનું ટેસ્ટમેચમાં અત્યાક સુધીનુ શ્રેષ્ઠ પ્રદર્શન, 6 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ

હૈદરાબાદ ટેસ્ટમાં ઉમેશ યાદવે એ એકલા જ ફાસ્ટ બોલીંગની જવાબદારી સંભાળીને એક ઇનિંગ્સમાં 6 વિકેટો લીધી હતો. 

INDvsWI:ઉમેશ યાદવનું ટેસ્ટમેચમાં અત્યાક સુધીનુ શ્રેષ્ઠ પ્રદર્શન, 6 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ

હૈદરાબાદ: ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલા બીજી ટેસ્ટમાં પ્રથમ બેટીંગ કરતા વેસ્ટઇન્ડિઝની 6 વિકેટ ઝડપીન અનોખી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. ઉમેશ યાદવે વેસ્ટઇન્ડિઝની પ્રથમ ઇનિગ્સમાં 311 રનોમાં ઓલ આઉટ કર્યું હતું. આ મેચમાં પહેલા દિવસે જ્યારે વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે કોઇને ખબર નોહતી કે મહેમાન ટીમ ઇન્ડિયાની ટીમના બોલરોને જોરદાર ટક્કર આપશે. ઉમેશ યાદવે આ ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી છે.  

આ ઉપલબ્ધી બાદ ઉમેશ યાદવ એવો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. જેણે વર્ષ 2000 બાદ ટીમ ઇન્ડિયા માટે એક જ ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી હોય . મેચના પ્રથમ દિવસે જ્યારે વેસ્ટઇન્ડિઝના બેસ્ટમેનો ભારતીય સ્પિનર્સનો વારો કાઢી રહ્યા હતા. ઉમેશ યાદવે ધીરે ધીરે વિકેટ લેવાનું ચાલુ રાખ્યું હતું. અને છેલ્લી ત્રણ વિકેટો ઝલદી લઇને વેસ્ટઇન્ડિઝની ટીમને 311 રનો પર ઓલઆઉટ કરી દીધી હતી.

એકલાજ સંભાળી હતી ફાસ્ટબોલીંગ 
ટીમ ઇન્ડિયા હંમેશાની જેમ આ વખતે પણ બે ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ ખાલી 10 બોલ ફેક્યા બાદ ઉમેશ યાદવના સાથી શાર્દૂલ ઠાકૂર ઇજાગ્રસ્ત થતા મેદાનથી બહાર થઇ ગયો હતો. જેથી સમગ્ર ઇનિંગ દરમિયાન ઉમેશ યાદવના હાથમાં બધી જ જવાબદારી આવી ગઇ હતી. જ્યારે પ્રથમ દિવસના અંતે ઉમેશ યાદવે 7માંથી ત્રણ વિકેટો લીધી અને બીજા દિવસે માત્ર 6 ઓવરની અંદર જ ત્રણ વિકેટ ચટકાવીને વેસ્ટઇન્ડિઝને ઓલઆઉટ કરી દીધી હતી. 

ઉમેશ યાદવે તેના જ ટેસ્ટના સૌથી સારા પ્રદર્શનને સારૂ બનાવ્યું હતું. આ પહેલા પણ 2012માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં 93 રન આપીને 5 વિકેટ લધી હતી. ત્યારે આ વખતે 88 રન આપીને 6 વિકેટ ઝડપી લીધી છે. આ પહેલા તે કેટલીય વાર ચાર-ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તે માત્ર એક જ વાર પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news