U20 Meeting: આજથી અમદાવાદમાં અર્બન-20 સમિટ! દેશ-વિદેશનું ડેલીગેશન વિવિધ મુદ્દા રજૂ કરશે

U20 Meeting: આજથી અમદાવાદમાં બે દિવસ અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકનું આયોજન કરાયું છે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે અમદાવાદ ખાતે આ અર્બન-20 સમિટનું આયોજન થયું છે. બે દિવસની આ સમિટમાં 35થી વધુ દેશના ડેલિગેટ્સ હાજર રહેશે. 

U20 Meeting: આજથી અમદાવાદમાં અર્બન-20 સમિટ! દેશ-વિદેશનું ડેલીગેશન વિવિધ મુદ્દા રજૂ કરશે

U20 Meeting/સપના શર્મા, અમદાવાદ: આજથી અમદાવાદમાં બે દિવસીય અર્બન-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારી આ સમિટમાં દેશ અને દુનિયાભરથી વિવિધ મહાનુભાવો, વિવિધ સરકારના ડેલીગેશન અને વિવિધ વિષયના નિષ્ણાતો પણ હાજર રહેશે. અમદાવાદમાં આવેલાં સિંધુભવન ખાતે આવેલા મોન્ટે ક્રિસ્ટો હોલમાં U20 ની  શરૂઆત. અમદાવાદમાં બે દિવસ અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકનું આયોજન કરાયું છે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે અમદાવાદ ખાતે આ અર્બન-20 સમિટનું આયોજન થયું છે. બે દિવસની આ સમિટમાં 35થી વધુ દેશના ડેલિગેટ્સ હાજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદી આ સમિટને વર્ચ્યુઅલ સંબોધન કરીને પ્રારંભ કરાવશે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મંત્રીઓની હાજરીમાં આ સમારોહનો વિવિધ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટોક્યો, મિલાન, રિયાધ અને જાકર્તા તેમજ બ્યુઓનસ એરિસ બાદ અમદાવાદમાં આ સમિટનું આયોજન થયું છે. બેઠકમાં સાઓ પાઉલો, રોટરડેમ, બાર્સોલોના, બ્યુનોસ આર્યસ, ડરબન તેમજ પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રિડ વગેરે શહેરના પ્રતિનિધિઓ સામેલ થશે.

અર્બન-20 સમિટમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

પર્યાવરણ પ્રત્યે જવાબદાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીશું 

જળ સુરક્ષા, આબોહવા માટે નાણાંને વેગવંતી બનાવવું 

સ્થાનિક ઓળખની મહત્વતા દર્શાવવી 

આયોજન અને શાશન માટેના માળખાનું પુનઃ સંશોધન કરવું 

ભવિષ્યને માટે ડિજિટલ અર્બનને પ્રોત્સાહન આપવું 

આ સમિટમાં પર્યાવરણ ઉપરાંત જળસુરક્ષા, ક્લાઈમેટ ફાયનાન્સ તેમજ સ્થાનિક ઓળખ સહિતના કુલ 6 મુદ્દા પર વિશ્વના દેશોના શહેરોમાંથી આવનારા પ્રતિનિધિઓ ચર્ચા-વિચારણા કરીને એક ડ્રાફ્ટ તૈયાર કરશે. આ વર્ષે જુલાઈ માસમાં યુ-20 એન્ગેજમેન્ટ ગ્રુપની ફરી બેઠક યોજાશે.

સમિટમાં ભાગ લેવા ક્યાં-ક્યાંથી આવી રહ્યું છે ડેલીગેશન?
ટોક્યો, મિલાન, રિયાધ અને જાકર્તા તેમજ બ્યુઓનસ એરિસ બાદ અમદાવાદમાં આ સમિટનું આયોજન થયું છે. બેઠકમાં સાઓ પાઉલો, રોટરડેમ, બાર્સોલોના, બ્યુનોસ આર્યસ, ડરબન તેમજ પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રિડ વગેરે શહેરના પ્રતિનિધિઓ સામેલ થશે. આ પ્રતિનિધિઓ 6 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા  કરીને ડ્રાફ્ટ તૈયાર કરી જી20ને જાણકરશે. વસુધૈવ કુટુંબકમ થીમ હેઠળ મણનારી સમિટ બાદ નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા ચાલુ રાખવા જુલાઈમાં ફરી બેઠક થશે. 

યુ-20 સમિટમાં ભાગ લેવા આવનારા ડેલિગેટ્સને ગુરુવારે સાબરમતી આશ્રમ, અટલબ્રિજ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાત  કરાવવામાં આવશે. પ્રઝન્ટેશન બતાવ્યા બાદ શુક્રવારે 10 ફેબ્રુઆરીએ સવારે શહેરમાં આવેલા સ્થાપત્યોની ઓળખ કરાવવામાં હેરીટેજ વોક પણ યોજવામાં આવશે. તથા સાંજના સમયે કાંકરિયા લેક ખાતે ગાલા ડીનરનું પણ આયોજન કરવામાં આવેલ છે. 

આજની ચર્ચાઓમાં ખાસ  ઈન્ડિયાઝ અર્બન ઈમપેરેટિવ, ઇન્ફ્રસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપ,  ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ,  ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રુપ ઉપર ચર્ચા થશે.  ત્યાર બાદ સૌ ડેલિગેસ્ટ  ગાંધીઆશ્રમ,  અટલ બ્રીજ અને સાબરમતી નદીની મુલાકાત પણ લેશે. રાત્રે સૌ રિવરફ્રન્ટ ઉપર સંવાદ ડિનર લેશે 

આવતીકાલે એટલે કે 10 મી  ફેબ્રુઆરીએ સૌ હેરિટેજ વૉકની મુલાકાત લેશે.  ત્યાર બાદ ફરી G20 દેશો વચ્ચે વૈશ્વિક કક્ષાએ થયેલી ચર્ચાની શહેરી કક્ષાએ કઈ  રીતે અમલવારી કરી શકાય તે માટે બેઠક શરુ થશે.  આ બંને દિવસ દરમિયાન થયેલી ચર્ચાની  એક ફાઈલ તૈયાર કરવામાં આવશે. જે આગળ કેન્દ્રમાં મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, આ સમિટ અંગે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર એમ છન્નારસન અને શહેરના મેયર કિરિટ પરમારે કહ્યું કે યુ-20 એ જી20 હેઠળ એક એન્ગેજમેન્ટ ગ્રુપ છે. શહેરમાં યોજાનારી સમિટ એ વિશ્વના દેશોના શહેરોના મેયરોને એક પ્લેટફોર્મ પર લાવશે. આ સમિટમાં વિશ્વના દેશોના પ્રતિનિધિઓની સાથે સાથે દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે. દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ઉપરાંત ચેન્નાઈ અને બેંગ્લુરુ જેવા શહેરો હોવા છતાં યુ-20 સમિટ માટે અમદાવાદને યજમાન શહેર બનાવવાની તક એ અમદાવાદ શહેર અને શહેરીજનો માટે ગૌરવની વાત છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news