અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે અનોખો કીમિયો, પીસીબીએ બે બાઇક ઝડપ્યા
બંન્ને બાઇકલમાં કુલ મળીને 65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તો પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
ઝી બ્યૂરો/અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બ્લેકમાં કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અનેક કીમિયો અજમાવવામાં આવે છે. અમદાવાદમાં દારૂની હેરફેર કરતા બે બાઇક ચાલકની પીસીબીએ ધરપકડ કરી છે. અમદાવાદ PCB દ્વારા દારૂની બદી રોકવા લાલ આંખ કરવામાં આવી છે.
દારૂની હેરાફેરી માટે અનોખો કીમિયો
દારૂની હેરાફેરી માટે આ વ્યક્તિઓ દ્વારા અલગ કીમિયો અજમાવવામાં આવ્યો હતો. આ બંન્ને વ્યક્તિ સીટની નીચે તથા પેટ્રોલની ટાંકીમાં ખાનુ બનાવી દારૂની હેરફેર કરતા હતા. પોલીસે બે બાઈક જપ્ત કર્યાં છે. બંન્ને બાઇકમાં 50 લીટર દારૂ મળી આવ્યો છે.
લૉકડાઉનમાં બસો બંધ રહેવા છતાં ખોટ કરતી AMTSએ ખાનગી બસોને ચુકવ્યું ભાડુ
શહેરમાં ચેકિંગ દરમિયાન પીસીબીને શંકા જતાં બંન્નેની તપાસ કરી હતી. આ દરમિયાન બાઇકની સીટ નીચે અને પેટ્રોલની ટાંકીની અંદર અલગ ટાંકી બનાવી તેમાં દારૂ રાખીને હેરાફેરી કરવામાં આવતી હતી. આ નવો કીમિયો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંન્ને બાઇકલમાં કુલ મળીને 65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તો પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે