પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓએ દંપત્તિ પાસે કર્યો 60 હજારનો તોડ, ત્રણની ધરપકડ

અમદાવાદમાં તથ્ય પટેલે અકસ્માત સર્જયા બાદ રાત્રીના સમયે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધુ છે. ત્યારે સોલા વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન એક દંપત્તિને ધમકી આપી 60 હજાર રૂપિયા પડાવનાર પોલીસકર્મી સહિત ટીઆરબી જવાનની ધરપકડ કરવામાં આવી છે. 

પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓએ દંપત્તિ પાસે કર્યો 60 હજારનો તોડ, ત્રણની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદઃ પોલીસની કામગીરી કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. પોલીસ ક્યારેક એવા કામ કરે છે કે લોકો તેની પ્રશંસા કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો લોકોની સેવા કરવાના બદલે ખોટા કામ કરે ત્યારે આ ખાખી પર ડાઘ લાગતા હોય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપત્તિ પાસે 60 હજાર રૂપિયાના તોડકાંડમાં બે પોલીસ કર્મી સહિત એક TRB જવાનની સોલા પોલીસે ધરકકડ કરી છે.

રક્ષક બન્યા ભક્ષક
તથ્ય અકસ્માત કેસ બાદ શહેર પોલીસ કમિશનરે રાત્રે પણ SG હાઈવે આસપાસ ટ્રાફિક પોલીસને પેટ્રોલિંગ માટે કામગીરી સોંપી હતી. ત્યારે A ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીએ એક દંપત્તિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરતા પોલીસ કર્મીઓ ASI મુકેશભાઈ રામ ભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી છે.

સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ નજીક એરપોર્ટથી પોતાના ઘરે જતા દંપત્તિને કેસ કરવાનો ડર દેખાડીને બળજબરી પૂર્વક 60 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં એ ટ્રાફિક પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પોલીસ કર્મીની ડ્યૂટી બનાવના સમયે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હોવાનું તપાસમાં સામે આવતા ત્રણેયની ત્રણેય ની ધરપકડ કરી છે. આ પોલીસ કર્મીની ડ્યૂટી સ્પીડ ગનમાં આવામાં આવી હતી. પકડાયેલા ASI મુકેશભાઈ રામ ભાઈ ચૌધરી વર્ષ 2016માં પોલીસમાં ભરતી થયા હતા. પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ વર્ષ 2017માં પોલીસ માં ભરતી થયા હતા.

ત્યારે સોલા પોલીસે પોલીસ કર્મીઓની ધરપકડ કરતા આ કેસમાં લાંચ રૂશ્વત કેસની કલમનો ઉમેરો કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે એ પણ તપાસ શરુ કરી છે કે આ સિવાય અન્ય લોકો પાસેથી પણ આ પ્રકારે પૈસા પડાવ્યા છે કેમ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news