10 દિવસ પહેલાં જ ખબર પડી જશે કે ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવવાનું છે! જાણો શું છે આ સિસ્ટમ?

ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ જોવા મળતી હોય છે વર્ષ 2006 માં સુરત શહેરમાં આવેલ પૂર અને વડોદરાના વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોઈને સુરતની બે વિદ્યાર્થીનીઓએ ખાસ મોડલ તૈયાર કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની બે વિદ્યાર્થીનીઓએ આ અંગે દક્ષિણ કોરિયામાં પ્રેઝન્ટેશન આપ્યું હતું.

10 દિવસ પહેલાં જ ખબર પડી જશે કે ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવવાનું છે! જાણો શું છે આ સિસ્ટમ?

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરની બે પીએચડીની વિદ્યાર્થીનીઓએ પૂર જેવી સ્થિતિને નિયંત્રણ કરવા માટે એક મોડલ બનાવી છે. જેને Ensemble forecasting Numerical Weather Prediction મોડેલ કહેવામાં આવે છે. આ મોડેલ થકી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાને અધારે કેટલું પાણી છોડવુ પડે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે. હાલ વપરાતી સિસ્ટમમાં માત્ર 24 કલાક પહેલા જ વરસાદની આગાહી થઈ શકે છે. જેના આધારે ઘણીવાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક પાણી છોડાતા નદીઓમાં પૂર આવી જતું હોય છે. પરંતુ આ મોડલ થકી દસ દિવસ પહેલા જ ખબર પડી જશે કે સુરત અને વડોદરામાં પુરની પરિસ્થિતિ છે કે નહીં?

હાલ દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં પણ જોઈ શકાય છે કઈ રીતે પાણીના જથ્થાના કારણે સ્થિતિ અસમાન્ય બની છે. ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ જોવા મળતી હોય છે વર્ષ 2006 માં સુરત શહેરમાં આવેલ પૂર અને વડોદરાના વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોઈને સુરતની બે વિદ્યાર્થીનીઓએ ખાસ મોડલ તૈયાર કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની બે વિદ્યાર્થીનીઓએ આ અંગે દક્ષિણ કોરિયામાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બંને વિદ્યાર્થીનીઓ હાલ પુર નિયંત્રણ અને વરસાદની આગાહી પર એક મોડેલ બનાવી છે. 

આ રિસર્ચને લઈને દ.કોરિયામાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમને આમંત્રિત કરાઈ હતી. જેમાં ભારતભરમાંથી 5 વિદ્યાર્થીઓ પૈકી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી આયૂષી પંચાલ અને રશ્મિ યાદવ શામેલ હતા. આયુષી અને રશ્મિ પ્રો.એસ.એમ યાદવના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહી છે. આ બંને વિદ્યાર્થીનીઓ એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી તાપી નદીના ઉપરવાસમાં આગામી 7 દિવસમાં કેટલો વરસાદ પડશે અને ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવું તેવી સિસ્ટમ બનાવી રહ્યા છે.

આયૂષી અને રશ્મિ સુરતની તાપી નદી અને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વારંવાર આવતા પૂરને કેવી રીતે નિયંત્રીત કરી શકાય તે મોડલ પર કામ કરી રહી છે. જેમાં આ મોડેલની મદદથી સાત દિવસ બાદ કેટલો વરસાદ પડશે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે. જેથી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાને અધારે કેટલું પાણી છોડવુ પડે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે. હાલ વપરાતી સિસ્ટમમાં માત્ર 24 કલાક પહેલા જ વરસાદની આગાહી થઈ શકે છે. જેના આધારે ઘણીવાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક પાણી છોડાતા નદીઓમાં પૂર આવી જતું હોય છે. 

આ અંગે રશ્મીએ જણાવ્યું હતું કે, હું વિશ્વામિત્રી નદીના બેસિન માટે જોડાણ આધારિત પૂરની આગાહીનું મોડેલ વિકસાવી છું. તે પૂરની ઘટનાના 7 દિવસ પહેલા પૂરની ઘટનાની આગાહી કરશે. વિશ્વામિત્રી નદી 70 કિલોમીટર લાંબી છે જેમાંથી 40 કિલોમીટર વિસ્તાર શહેરમાં આવે છે. જ્યારે પણ પૂર આવે ત્યારે 8,000 થી પણ વધુ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલું જ નહીં રહેઠાણ વિસ્તારમાં મગર પણ આવી જતા હોય છે. આવી સ્થિતિ દર વર્ષે વડોદરામાં જોવા મળે છે જેનાથી મેં વિચાર્યું કે આપણે કઈ રીતે આવી સ્થિતિ દર વર્ષે ન બને અને અગાઉથી જ આ સ્થિતિ અંગે જાણ થાય આ માટે મોડલ પર કામ કરીએ. આ મોડલ થકી પૂરની ઘટના અંગે પહેલાથી જ 95 ટકા સંભાવના સાથે આગાહી કરવામાં આવે છે. તે ઓથોરિટીને વહેલી ચેતવણી અને સજ્જતા માટે મદદ કરશે. સંબંધિત અધિકારીઓ ઘટના બનતા પહેલા યોગ્ય વ્યવસ્થા કરી શકે છે. લોકોને સમયસર ચેતવણી આપી શકાય છે અને આ વિસ્તાર માંથી બહાર કાઢી શકાય છે. 

આયુષી પંચાલ એ જણાવ્યું હતું કે,પૂરની આગાહી મોડેલ પર કામ કરી રહી છું.ખાસ કરીને ઉકાઈ ડેમમાં આવનારા પાણીના પ્રવાહની આગોતરી આગાહી પર ધ્યાન કેન્દ્રિત કરીને મારું સંશોધન આગાહીઓની ચોકસાઈ અને સમયમર્યાદામાં સુધારો કરવાનો છે. જેથી પાણીના સ્તરને વધુ સારી રીતે સંભાળી શકાય અને સંભવિત પૂરોની અસરને ઘટાડવામાં મદદ મળી શકે. ડેમમાં આવતા પાણીના પ્રવાહની આગાહી કરીને, આપણે પાણીના રિલીઝ અને સ્ટોરેજ વિશે વધુ જાણકારી મેળવી શકીએ. અને અંતે નીયાણવાળા વિસ્તારોને પૂરની જોખમોથી સુરક્ષિત રાખી શકીએ. મેં આ માટે સુરતમાં આવેલા ત્રણ પૂરની સ્ટડી મારા મોડલમાં સ્ટડી કરી છે. 1998 પૂરને લઈ જ્યારે સ્ટડી કરવામાં આવી તો 86%, 2006 પુર 92%, 2013 અર્બન ફ્લડ માટે 84% એક્યુરેસી મળી છે. 

એસવીએનઆઈટીના પ્રો.એસ.એમ યાદવએ જણાવ્યુ હતુ કે, આ રિસર્ચથી ખબર પડશે કે આગામી દસ દિવસમાં પુર આવવાની શક્યતા છે. તો એ ખબર પડશે તો અગાઉથી તંત્રને જાણ થઈ જશે. આ એસેમ્બલ બેઝ સિસ્ટમ છે. જે રીતે આઈએમડી 24 કલાક પહેલા ફોરકાસ્ટ આપે છે જ્યારે એસેમ્બલ ફોરકાસ્ટ ડેટાથી ખબર પડશે કે આવનાર દસ દિવસમાં કયા રીઝન માં કેટલો વરસાદ પડશે. અમે જે ડેટા લેતા હોઈએ છીએ તે વિશ્વની અલગ અલગ અધિકારીક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ભારતમાં આવી રીતે બે એજન્સીઓ છે.

એનસીએમઆરડબલ્યુએફ નોઈડા અને અન્ય આઈઆઈટીએમ પુણે છે. એમની પાસે સુપર કમ્પ્યુટર છે. જેનો ઉપયોગ કરીને જે વાતાવરણ સંબંધીત છે તેવા હજારો ડેટા તેને એસેમ્બલીટ કરીને બે એસેમ્બલ ડેટા જનરેટ કરતા હોય છે. આ ડેટા નો ઉપયોગ અમે આ હાર્ડડોલોજીક મોડલમાં કરીએ છીએ જેનાથી અમે જાણકારી મેળવીએ છીએ કે આવનાર દસ દિવસમાં નદીમાં કેટલો ઇન્ફ્લો આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news