કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ DySP ની અધ્યક્ષતામાં કરી SITની રચના

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકોના મોત થયા છે

કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ DySP ની અધ્યક્ષતામાં કરી SITની રચના

રઘુવીર મકવાણા, બોટાદ: બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકોના મોત થયા છે. ધંધૂકાના આકરુ ગામ અને અણીયાળી ગામના 3-3 લોકોના મોત થયા છે. રાણપુર તાલુકાના દેવગણા ગામના 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં હાલ કુલ 32 લોકો સારવાર હેઠળ છે. તમામે તમામ દર્દીઓને ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 4 લોકોની હાલત હજુ અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીએ DySPની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. બુટલેગરોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ પણ તૈયાર કરી છે. સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.

બોટાદ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજ કરોડ઼ો લીટર દારૂ ઠલવાય છે. સરકારના આશીર્વાદ અને ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર ગૃહ વિભાગ માત્ર જાહેરાતો કરે છે. રાજ્યમાં દારૂનો ખેપીયા ખુલ્લે આમ ફરે છે. પહેલાં રાજ્યમાં દુધની ટેન્કરો ફરતી હતી આજે દારૂની ટેન્કરો ઠલવાય છે. ગાંધીનગરમાં બેઠેલા સંત્રિ અને મંત્રી સબ સલામતના દાવા કરે છે.

ગુજરાતમાં ભાજપના મંત્રી રહી ચુકેલા મનસુખ વસાવાએ પણ કહ્યુ હતુ કે પોલીસ પાઇલોટીગ કરી દારૂ લાવે છે. નશાબંધીનો કાયદો કાગળ પર હોય એમ રાજ્યમાં હપ્તા રાજ ચાલી રહ્યુ છે. સારા અને પ્રમાણિક અધિકારીને સાઇડ પોસ્ટીગમાં મુકી દેવાયા છે. વિપક્ષને આડખલી રૂપ બનનાનારા સરકારી ચમચાગીરી કરનારને સારૂ પોસ્ટીગ અપાય છે. સરકારની આ નિતિથી રાજ્ય દારૂની બદીમાં ધકેલાયું છે.

કોંગ્રેસ દ્વારા સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, રોજીદ ગામની લઠ્ઠાકાંડની ઘટના એ પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને સરકારની સરેઆમ નિષ્ફળતા છે. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમાં અનેક વખત મૌખીક રજૂઆત અને અરજી કરી હતી. તેમણે સ્થાનિક બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઈપણ પગલાં લેવામાં આવતા ન હતા અને પોલીસની નિષ્ક્રીયતા અને ઉપરી અધિકારીઓની પણ નિષ્ફળતા હતી. જેથી એમણે આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરવામાં આવે અને ત્વરિત પગલાં ભરવાની માંગણી કરી હતી.

ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી મારા દ્વારા બોટાદ જીલ્લા પોલીસ વડાને તા. ૨૦.૦૩.૨૦૨૨ ના રોજ ઇ-મઈલથી સરપંચની રજુઆતને જોડીને જાણ કરી હતી અને આ વિસ્તારમા થતી ગુનાહિત પ્રવૃતિને ડામવા સખત કાયવાહી કરવા રજુઆત કરી હતી, પરંતુ રાજય સરકાર અને પોલીસ વિભાગની આ બેદરકારીને કારણે રોજીદ ગામની આ કરુણ ઘટના બનવા પામી છે, માટે જવાબદાર અધિકારીઓ ઉપર માનવ વધના ગુના સાથે તેમના કાયવાહી કરવામા આવે. સરકારી તંત્રની ફરજ નિષ્ઠાના અભાવે ભોગ બનેલ પરિવારને મારી સંવેદના છે અને જવાબદાર તંત્રના અધિકારીઓ ઉપર કડક કાયવાહી સાથે શિક્ષાત્નક પગલા ભરવામા આવે તેવી માંગ છે.

બોટાદના લઠ્ઠાકાડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે કેજરીવાલે પોરબંદરથી સોમનાથ રવાના થયા ત્યારે તેમણે લઠ્ઠાકાંડ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યો છે. 'ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ' મળે છે. દારૂ વેચનારા લોકોને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. 'ગેરકાયદે દારૂના રૂપિયા ક્યાં જાય છે તેની તપાસ થાય'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news