વિકાસના નામે વિવિધ પ્રોજેક્ટો માટે આડેધડ કપાયા વૃક્ષો, મ્યુનિસિપલ કોર્પોરેશનના આંખ આડા કાન
અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા એક દાયકામાં વિકાસના અનેક કામો (Development Work) થયા છે. જેનો લાભ શહેરીજનોને દેખીતી રીતે મળ્યો છે
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા એક દાયકામાં વિકાસના અનેક કામો (Development Work) થયા છે. જેનો લાભ શહેરીજનોને દેખીતી રીતે મળ્યો છે. પરંતુ શહેરના શાંઘાઇ કે સિંગાપોર બનાવવાની લ્હાયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (Municipal Corporation) અધિકારીઓ અને પદાધીકારઓ વિકાસની આડ અસર સામે આંખ આડા કાન કરી રહ્યા છે અને તેનુ ઉદાહરણ છે વિકાસના નામે અમલમાં મૂકાઇ રહેલા વિવિધ પ્રોજેક્ટો (Projects) માટે આડેધડ કપાઇ રહેલા વૃક્ષો.
એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) દ્વારા મિશન મિલિયન ટ્રી (Mission Million Tree) ઝુંબેશ હેઠળ વર્ષે 10 લાખ વૃક્ષો (Tree) વાવવાની વાત કરાય છે, પરંતુ પાછલા 4 વર્ષમાં જ શહેરમાં 8794 વિશાળ વૃક્ષો કાપવામાં આવ્યા છે, જે પૈકી 900 વૃક્ષોને રી-પ્લાન કરવામાં સફળતા પણ મળી છે. નોંધનીય છેક તાજેતરમાં તૌકતે વાવાઝોડાના (Cyclone Tauktae) કારણે જ શહેરમાં નાનામોટા મળીને 12000 કરતા વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા.
વર્ષ 2016-17 થી વર્ષ 2020-21 સુધીની વાત કરીએ તો મેટ્રો પ્રોજેક્ટ માટે અત્યાર સુધી 969, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4293, અને વિવિધ કારણોસરની મંજૂરી બાદ 3542 વૃક્ષો કારવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 3600 વૃક્ષો આકસ્મીક ઘટના અથવા અન્ય કારણોસર ધરાશાયી થયા છે.
વર્ષ | મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ | બુલેટ ટ્રેન પ્રોજેક્ટ | આકસ્મીક પડેલ | મંજૂરીથી કપાયેલ |
2016-17 | 342 | 0 | 505 | 627 |
2017-18 | 235 | 177 | 556 | 736 |
2018-19 | 250 | 871 | 711 | 928 |
2019-20 | 77 | 428 | 767 | 614 |
2020-21 | 15 | 2817 | 1060 | 627 |
કુલ | 969 | 4293 | 3699 | 3542 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે