સુરતમાં ટ્રાન્સઝેન્ટર પણ વેઇટલિફ્ટિંગ ક્ષેત્રે ચમકાવશે પોતાનું નામ, જુઓ તૈયારી

ટ્રાન્સજેન્ડર લોકો પણ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું દમખમ બતાવી રહ્યા છે, ત્યારે સુરતમાં ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 17, 18 અને 19 માર્ચના રોજ પ્રથમવાર શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં પંજાબ, કાશ્મીર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત દેશના લગભગ 26 રાજ્યોના 300 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં પહેલીવાર આ રમતમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી સામેલ કરાઈ છે. 

સુરતમાં ટ્રાન્સઝેન્ટર પણ વેઇટલિફ્ટિંગ ક્ષેત્રે ચમકાવશે પોતાનું નામ, જુઓ તૈયારી

સુરત : ટ્રાન્સજેન્ડર લોકો પણ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું દમખમ બતાવી રહ્યા છે, ત્યારે સુરતમાં ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 17, 18 અને 19 માર્ચના રોજ પ્રથમવાર શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં પંજાબ, કાશ્મીર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત દેશના લગભગ 26 રાજ્યોના 300 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં પહેલીવાર આ રમતમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી સામેલ કરાઈ છે. 

જેમાં સુરત શહેરના વરિયાવી બજાર ખાતે રહેતી આંચલ જરીવાલા પણ ભાગ લઈ રહી છે. આંચલ 35 વર્ષની છે અને છેલ્લા 1 વર્ષથી પાવરલિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. તેઓ એક ડાન્સર અને એક્ટર હોવાની સાથે સાથે વીડિયો ક્રિએટર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 લાખથી વધારે ફોલોઅર્સ છે. આંચલે જણાવ્યું કે, ‘અમારી કમ્યુનિટીના અન્ય લોકો પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાં આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે મેં ભાગ લઈને આ રીતે એક પહેલ કરી છે. આંચલ જરીવાલાનું કહેવું છે કે હું દીકરી તરીકે જન્મી હતી. 13 વર્ષની ઉંમરે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી સાથે જોડાઈ. મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણું છું. 

અમારા જેવા લોકોમાં પણ ટેલેન્ટ હોય છે અને લોકો જો સપોર્ટ કરે તો અમે દરેક ફિલ્ડમાં સારું કરી શકીએ છીએ. અમે પણ અન્ય બહેન-દીકરી જેવા જ છીએ. અમને તમારી પાસે ફક્ત પ્રેમ અને સન્માનની જ અપેક્ષા હોય છે. ઘણા લોકો ભેદભાવ કરી મકાન પણ ભાડે નથી આપતા. છેલ્લા 1 વર્ષથી હું આ રમતની પ્રેક્ટિસ કરી રહી છું. મને નિ:શુલ્ક ટ્રેઇન કરનારા મારા સરનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. આંચલે વધુમાં જણાવ્યું હતું કે હાલ 55 કિલો વેટલિફ્ટ કરી લઉં છું. 

કોમ્પિટિશનમાં ખબર પડશે કે હું કેટલું પરફોર્મ કરી શકીશ. મે હાર-જીત માટે નહીં પણ પહેલ કરવા ભાગ લીધો છે. જેથી મારા જેવા અન્ય લોકો પણ કઈંક નવું કરે. મારા સમાજના વડીલ પણ મને ખૂબ જ સપોર્ટ કરે છે અને હું જે પણ કરવા ઇચ્છું તેમાં મદદ કરે છે. સોશિયલ મીડિયા પર મારા એક લાખથી વધુ ફોલોઅર્સ છે. હું ડાન્સિંગ, એક્ટિંગની સાથે સાથે વીડિયો ક્રિએટર પણ છું અને મારી જીવિકા ચાલી શકે એટલું હું સોશિયલ મીડિયા થકી કમાઈ લેતી હોવું છું. ભવિષ્યમાં મારી કમ્યુનિટીના અનેક લોકો રમત સહિતના તમામ ફિલ્ડમાં આગળ આવશે એવી હું આશા રાખું છું. સમાજના લોકો ભલે અમારી સાથે ભેદભાવ કરી રહ્યા હોય પણ સ્પોર્ટ્સ એક એવું ફિલ્ડ છે કે જ્યાં અત્યાર સુધીમાં મને કોઇ ભેદભાવ દેખાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news