રાજ્ય સરકારે ચાર IPS અધિકારીઓની બઢતી સાથે બદલી કરી


રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના ચાર આઈપીએલ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 
 

 રાજ્ય સરકારે ચાર IPS અધિકારીઓની બઢતી સાથે બદલી કરી

ગાંધીનગરઃ અનલૉક-1ની શરૂઆત થયા બાદ રાજ્ય સરકારે અધિકારીઓની બદલી અને બઢતીની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આજે 2016ની બેન્ચના ચાર આઈપીએલ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં, અમરેલીના ASP પ્રમસુક દેલુ, ASP અમિત વસાવા અને ASP રવિન્દ્ર પટેલની SRPF કનાન્ડન્ટ તરીકે કરવામાં આવી છે. જ્યારે એએસપી પ્રવીણ કુરમારની ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 

અમરેલીના એએમસપી પ્રેમસુખ દેલુને રાજુવા  SRPF ગ્રુપ 21માં કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. તો વડોદરા રુરલના એએસપી રવિન્દ્ર પટેલની વડોદરા  SRPF ગ્રુપ 9માં કમાન્ડન્ટ તરીકે તો વેરાવળના એએસપી અમિત વસાવાની બનાસકાંઠાના મેડાણા એસઆરપીએફ ગ્રુપ-3ના કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે વિરમગામના એએસપી પ્રવીણ કુમારને બઢતી આપીને રાજકોટ શહેર ઝોન-1ના ડીસીપી બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news