સુરત: પોલીસ કોન્સ્ટેબલે ACP ચૌહાણ વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
પોલીસ વિભાગમાં અનેક વખત નાના કર્મચારીઓએ મન ન માને તો પણ ઉચ્ચ અથવા ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવું પડતું હોય છે, અને જો આદેશ ન માનવામાં આવે તો તેની સજા પણ ભોગવવી પડતી હોય છે કારણ કે પોલીસ ખાતુ શિસ્તને વરેલો વિભાગ છે. ઉપરી અધિકારી સામે કોઇ શિંગડા ભેરવવાની હિંમત કરતું નથી. જો કે સુરતમાં બનેલી એક ઘટનામાં કર્મચારીએ ઉપરી અધિકારીની ફરિયાદ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કરી છે.
Trending Photos
તેજશ મોદી, સુરત: પોલીસ વિભાગમાં અનેક વખત નાના કર્મચારીઓએ મન ન માને તો પણ ઉચ્ચ અથવા ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવું પડતું હોય છે, અને જો આદેશ ન માનવામાં આવે તો તેની સજા પણ ભોગવવી પડતી હોય છે કારણ કે પોલીસ ખાતુ શિસ્તને વરેલો વિભાગ છે. ઉપરી અધિકારી સામે કોઇ શિંગડા ભેરવવાની હિંમત કરતું નથી. જો કે સુરતમાં બનેલી એક ઘટનામાં કર્મચારીએ ઉપરી અધિકારીની ફરિયાદ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કરી છે.
સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેશ પટેલે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી કે, 'મને ઉપરી અધિકારીઓ હેરાન કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત છતાં કોઇ જગ્યાએ ન્યાય ન મળ્યો એટલે આખરે તેણે સ્ટેટ કન્ટ્રોલરૂમમાં ફોન કર્યો છે.' જો કે આ ફોન કરવાની સજાના ભાગ રૂપે શૈલેશની તાત્કાલિક અસરથી મરીન પોલીસ મથકમાં બદલી કરી દેવામાં આવી છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેશ મનહરભાઈ પટેલે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આ સાથે જ સમગ્ર ઘટના અંગેના વિડીયો ફૂટેજ અને ઓડિયો રેકોર્ડીંગ પણ આપવામાં આવ્યું છે.
જુઓ VIDEO...
સમગ્ર મામલે શૈલેશ પટેલે જે ફરિયાદ આપી છે તેમાં કહ્યું છે કે, લાલદરવાજા પાસે ટોઈંગ વાન લઈને પસાર થઇ રહ્યા ત્યારે રસ્તા વચ્ચે પાર્ક કરેલા એક વાહનને ટોઇંગ કર્યું હતું અને તેને કારણે કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આથી મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. તે વખતે એસીપી એ.પી. ચૌહાણનો ફોન આવ્યો. જેનું વાહન ટોઈંગ થયું હતું તેઓ ધારાસભ્ય અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટરના ઓળખીતા હોવાથી સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. અને માફીનામું લખાવી મામલો રફેદફે કરવા કહ્યું હતું, જોકે ફરિયાદ થઇ હોવાથી અધિકારી ચૌહાણ નારાજ થયા હતા.
તેમણે કહ્યું કે, આ અંગે ડીસીપી અને પોલીસ કમિશનરને રજૂઆતો કરી છે. કોઇ જગ્યાએથી મને ન્યાય મળ્યો નહીં. એટલે મારે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં ફોન કરવાની ફરજ પડી છે. ટ્રાફિક શાખાના ડીસીપી ડો. સુધીર દેસાઇ સમક્ષ વારંવાર રજૂઆતો કરી તેમને પણ ઓડિયો રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું. તેમના વોટ્સએપ પર પણ માહિતી મોકલી આમ છતાં ન્યાય અપાવવાના બદલે મૂળ પગારનો દંડ કેમ ન કરવો? તેવી કારણદર્શક નોટિસ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે