વડોદરાના ટ્રાફિક પી.આઇ બન્યા સિંઘમ, શ્રમજીવીઓને ડંડા વાળી કરતો Video Viral
શહેર પોલીસ ફરી આજે ફ્રુટ માર્કેટમાં દબાણ હટાવવા માટે ટ્રાફિક પી.આઇ એચ.વી.ગોટીએ શ્રમજીવીઓ પર ડંડા વાળી કરી હતી
Trending Photos
વડોદરા: શહેરમાં દબાણ હટાવવાના મુદ્દે પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત હાઇકોટના આદેશ બાદ ગુજરાત પોલીસે રાજ્યમાં ઠેર-ઠેર દબાણો હટાવી રહ્યા છે. વડોદરાના સેવાસદન બહાર ફ્રુટ માર્કેટ ભરાય છે જેના દ્વાર શ્રમજીવીઓ પોતનું ગુજરાન ચલાવતા હતા. પોલીસે વાંરવાર ત્યાંથી દબાણ હટાવ્યા પછી પણ લારીઓ વાળા પાછા ત્યાં આવીને ઉભાર રહી જાય છે.
વડોદરા પોલીસ ફરી આજે ફ્રુટ માર્કેટમાં દબાણ હટાવવા માટે ટ્રાફિક પી.આઇ એચ.વી.ગોટીએ શ્રમજીવીઓ પર ડંડા વાળી કરી હતી. આ સમગ્ર ઘટના ફ્રૂટ માર્કેટ પાસે આવેલી એક દુકાનના સીસીટીવ કેમેરામાં કેદ થઇ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ દ્વારા શ્રમજીવીને માર માર્યો તે કેટલું યોગ્ય છે જેવા સવાલો સામે આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે