જંગલનો રાજા લડાઈ પર ઉતરી આવે તો? ભલભલાને કંપારી છૂટી જાય, જુઓ ગુજરાતનો દિલઘડક VIDEO

અચાનક બે સિંહો સામસામે આવી ગયા હતા અને જબરી ફાઇટ શરૂ થઈ હતી. ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. એવામાં ટૂરિસ્ટો આ દ્ર્શ્ય કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

જંગલનો રાજા લડાઈ પર ઉતરી આવે તો? ભલભલાને કંપારી છૂટી જાય, જુઓ ગુજરાતનો દિલઘડક VIDEO

ઝી ન્યૂઝ/જૂનાગઢ: અચાનક બે સિંહો સામસામે આવી ગયા હતા અને જબરી ફાઇટ શરૂ થઈ હતી. ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. એવામાં ટૂરિસ્ટો આ દ્ર્શ્ય કેમેરામાં કેદ કરી રહ્યા હતા ત્યારે એક ત્રીજો સિંહ કે જંગલનો ખરા અર્થમાં રાજા હોય એમ આવ્યો અને આ બન્ને સિંહોને એક ત્રાડ પાડી ચૂપ કરાવી દીધા. એટલું જ નહિ સિંહો પર આક્રમણ કરી તો એક સિંહ તો જાન બચાવી નાસ્યો, જ્યારે બીજો સિંહ શરણાગતિ સ્વીકારતો હોય એમ નીચે બેસી ગયો.

સિંહોમાં આ દ્ર્શ્યો સામાન્ય નથી હોતા પરંતુ આ ટેરી ટેરીની લડાઈ છે. સિંહ ક્યારેય પોતાના વિસ્તારમાં અન્ય સિંહને પ્રવેશવા દેતો નથી કે જે ખૂબ તાકાતવર હોય. આથી જ અહી કઈક એવા દ્ર્શ્યો જોવા મળ્યા જે એક બીજાને પોતાની તાકાત બતાવવા લડાઈ કરતા હોય. 

ગીરમાં આવા દ્રશ્યો પ્રવાસીઓને ક્યારેક જોવા મળે છે. જેણે જોવાનો મોકો એ ખરેખર અદભુત લ્હાવો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news