થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટ્યા! જાણો તંત્રએ કેવી કરી છે વ્યવસ્થા?

31 ડિસેમ્બર ની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓ એ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પસંદગી કરી છે.

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટ્યા! જાણો તંત્રએ કેવી કરી છે વ્યવસ્થા?

વડોદરા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલ ક્રિસમસની રજાઓ ચાલે છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણીમાં પણ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.

સામાન્ય રીતે લોકો 31 ડિસેમ્બર ની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓ એ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પસંદગી કરી છે.

આ પણ વાંચો:

જોકે તંત્ર પણ ખડે પગે હાજર છે અને આવનાર તમામ પ્રવાસીઓની સુવિધા માટે વધારાની બસ અને પીવાના પાણી સહિતની સગવડો વધારી છે. તો આવનાર પ્રવાસીઓ પણ અહી નું પ્રાકૃતિક સૌંદર્ય અને આ અદભૂદ કલા કૃતિને નિહાળી ભારતના આ વારસાને માણી રહ્યા છે. 

પ્રવાસીઓ નું કહેવું છે કે પાર્ટી કરવા માટે ઘણા સ્થળ છે, પરંતુ શાંત વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ મેળવવા અને બાળકોને પણ સંસ્કૃતિનો ખ્યાલ આવે તે માટે તેઓની પહેલી પસંદ સ્ટેચ્યુ બન્યું છે.

આ પણ વાંચો:

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news