ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત

ડિંડોલીમાં 3 વર્ષીય દિવ્યાંગ બાળકીનું ત્રણ દિવસના તાવ બાદ સિવિલ હોસ્પિટલ લાવતા મોત નિપજ્યું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોગચાળો વકર્યો છે. ત્યારે વધુ અસર બાળકો પર જોવા મળી રહી છે. વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે. ડિંડોલીમાં 3 વર્ષીય દિવ્યાંગ બાળકીનું ત્રણ દિવસના તાવ બાદ સિવિલ હોસ્પિટલ લાવતા મોત નિપજ્યું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને એક ત્રણ વર્ષથી દીકરી અનન્યા દિવ્યાંગ હતી. તેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો.દીકરીને તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કરી હતી. દીકરીનાં મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 

સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 300થી વધુ જાડા ઉલટી, મલેરિયા સહિત તાવના કેસો નોંધાયા છે. છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના ઝાડા ઉલટી, ડેંગ્યુ, મલેરિયા, તાવથી મોત નીપજ્યા છે. શહેરમાં રોગચાળાથી મોતના આંકડા વધતા લોકો ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news