લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બેઠક ‘આણંદ’ ફરી ભાજપના ફાળે

લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બેઠક ‘આણંદ’ ફરી ભાજપના ફાળે

આણંદ: લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યાં છે. આમ તો આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. તેમ છતાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 699338 મતથી આગળ અને કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકી 486271 મત સાથે પાછડ રહેતા ભાજપ ઉમેદવાર 194146 મતની લીડ સાથે આગળ રહ્યાં છે. ત્યારે 2014ની જેમ આ વર્ષે પણ આણંદવાસીઓમાં મોદી લહેર જોવા મળી હોય તેમ કોંગ્રેસનો સફાયો બોલાવી રહ્યા છે.

વિશ્વવિખ્યાત અમુલ ડેરીના કારણે દુનિયાભરમાં ખ્યાતિ મેળવેલા આણંદ શહેરની લોકસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ચરોતરમાં પાટીદારોનું પ્રભુત્વ છે અને કોંગ્રેસની આ પરંપરાગત બેઠક માનવામાં આવે છે. 1957થી 2014ની લોકસભા ચૂંટણીનો ઈતિહાસ ચકાસીએ તો આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં, ભાજપ માત્ર 1989, 1999 અને 2014માં વિજય મેળવવામાં સફળ રહ્યું છે. બાકીના વર્ષોમાં અહીં કોંગ્રેસનો જ ઉમેદવાર જીતતો આવ્યો છે. તેમાં પણ, કોંગ્રેસના ઈશ્વર ભાઈ ચાવડા 1980થી આ બેઠક પર 5 વખત 1980, 1984, 1991, 1996 અને 1998માં જીતતા આવ્યા છે.

2004 અને 2009માં ભરતસિંહ સોલંકીએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો. જો કે, વર્ષ 2014માં ભાજપના દીલીપ પટેલ આ બેઠક પર ભરતસિંહ સોલંકીને હરાવીને 16મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ આણંદવાસીઓએ મોદી લહેર યથાવત રાખતા કોંગ્રેસને આ બેઠક પર હાથ ધોવાનો વારો આવ્યો હોય તેવું દેખાડી રહ્યાં છે.

Gujarat-Anand
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 PATEL MITESH RAMESHBHAI (BAKABHAI) Bharatiya Janata Party 631581 1516 633097 57.1    
2 BHARATBHAI MADHAVSINH SOLANKI Indian National Congress 434006 1373 435379 39.27    
3 VANKAR RAMESHBHAI VALJIBHAI Bahujan Samaj Party 5935 24 5959 0.54    
4 BHATT ASHISHKUMAR MANOJKUMAR Akhil Bharatiya Jan Sangh 1032 2 1034 0.09    
5 BHATT SUNILKUMAR NARENDRABHAI Right to Recall Party 1154 1 1155 0.1    
6 KEYUR PRAVINBHAI PATEL (BAKABHAI) Independent 966 0 966 0.09    
7 CHAVDA KAUSHIKKUMAR Independent 1063 1 1064 0.1    
8 BHARATBHAI SOLANKI Independent 2451 9 2460 0.22    
9 SANTOLKUMAR MAHIJIBHAI PATEL (BAKABHAI) Independent 2300 1 2301 0.21    
10 HITENDRASINH MOHANSINH PARMAR Independent 6854 0 6854 0.62    
11 NOTA None of the Above 18365 27 18392 1.66    
  Total   1105707 2954 1108661      
                 
                 

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news