ઉત્તર ગુજરાતમાં ભાજપ લીડ સાથે અગ્રેસર, મહેસાણામાં પાટીદારો ભાજપને ફળ્યા
ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક મતગણતરીને લઇને ભાજપ સરકાર ઉત્તર ગુજરાતમાં જીત પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. ત્યારે હાલમાં ચાલી રહેલી મતગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતે જાય તેવું વર્તાઇ રહ્યું છે.
Trending Photos
અમદાવાદ: દેશમાં લોકસભા ચૂંઠણીના પરિણામ પર સૌ કોઇની નજર છે. ત્યારે ભાજપનો ગઢ ગુજરાતમાં કોની જીત થશે તેને લઇને ઘણી ચર્ચાઓએ ગરમાવો પકડ્યો હતો. ત્યારે થોડા દિવસ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપ કેસરીયો લહેરાવશે તેવું દેખાઇ રહ્યું હતું. ત્યારે હાલ ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક મતગણતરીને લઇને ભાજપ સરકાર ઉત્તર ગુજરાતમાં જીત પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. ત્યારે હાલમાં ચાલી રહેલી મતગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતે જાય તેવું વર્તાઇ રહ્યું છે.
મહેસાણા બેઠક
પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી મહેસાણા બેઠકની જો વાત કરીએ તો જ્યાં પાટીદારો મહેસાણામાં ભાજપને આવવા નહી દેવાની વાત કરતા હતા. ત્યાં હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. હાલ ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ 19618 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર એ જે પટેલ 12861 મતથી બીજા સ્થાન પર છે. ત્યારે મહેસાણાની આ બેઠક પર ભાજપના ઉમેદવાર 8215 મતથી આગળ ચાલી રહ્યાં છે.
બનાસકાંઠા બેઠક
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલ હાલ 58156 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 23891 મત મળ્યા છે. તથા અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરને 5527 મળ્યા છે. ત્યારે બનાસકાંઠાની આ બેઠક પર ભાજપના ઉમેદવાર 34265 મતથી લીડ કરી રહ્યાં છે અને એવું વર્તાઇ રહ્યું છે કે, આ બેઠક ભાજપ તેના ખાતે લઇ જશે.
સાબરકાંઠા બેઠક
સાબરકાંઠા બેઠકની જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ હાલ 49889 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 30581 મત મળ્યા છે. જોકે યુવા નેતા અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ પણ ઠાકોર સેનાના આ જિલ્લામાં કંઇ ખાસ અસર દેખાડી શક્યું નથી. ત્યારે સાબરકાંઠાની આ બેઠક પર ભાજપના ઉમેદવાર 19308 મતથી આગળ ચાલી રહ્યાં છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ બેઠક પર ભાજપ બાજી મારી જાય છે કે, કોંગ્રેસ દ્વારા ઠાકોર સેના કમાલ દેખાડી જાય છે.
પાટણ બેઠક
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી હાલ 96114 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 69651 મત મળ્યા છે. પાટણ બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર 26463 મતથી લડી કરી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, પાટણ બેઠક પર ઠાકોર સેનાનો જાદુ ચાલે છે કે પછી આ બેઠક પણ ભાજપના ખોળે જશે તે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ખબર પડી શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે