GSEB Gujarat Board 12 Result ; ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર, આદિવાસી જિલ્લો ડાંગનું સૌથી વધુ પરિણામ, તો શિક્ષણનગરી જ પરિણામમાં પાછળ ધકેલાઈ

GSEB Gujarat Board 12 Result 2022 : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયુ છે... બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ જોઈ શકશે પરિણામ...

GSEB Gujarat Board 12 Result ; ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર, આદિવાસી જિલ્લો ડાંગનું સૌથી વધુ પરિણામ, તો શિક્ષણનગરી જ પરિણામમાં પાછળ ધકેલાઈ

અતુલ તિવારી/અમદાવાદ :આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરાયું છે. સવારે 8 વાગતા પહેલા જ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ મૂકાઈ ગયુ છે, વિદ્યાર્થીઓ હવે આ પરિણામ જોઈ શકશે. તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ મેળવી શકશે. પરિણામ આવતા જ સારા ગ્રેડ આવનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પરિણામમાં નવાઈની વાત તો એ છે, આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાએ 100 ટકા પરિણામ મેળવીને સફળતા હાંસિલ કરી છે. તો શિક્ષણનગરી ગણાતા વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યુ છે.

  • સોથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો - ડાંગ (95.41%)
  • સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો - વડોદરા (76.49%) 
  • સૌથી ઓછુ પરિઆમ ધરાવતુ કેન્દ્ર - ડભોઈ (56.43%)
  • સૌથી વધુ પરિણામ ધરાવતા 3 કેન્દ્ર - સુબીર, છાપી, અલારસા (100% પરિણામ)
  • 1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ
  • 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરાયું છે.સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્ર સુબિર, છાપી, અલારસા છે. જ્યારે ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી વધુ એટલે કે 95.41 ટકા આવ્યું છે. નવાઈની વાત એ છે કે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા નોંધાયું છે. પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 84.67 ટકા અને નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ 89.23 ટકા નોંધાયું છે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 45.45 ટકા આવ્યું છે. એક જ સ્કૂલનું પરિણામ 10 ટકાથી ઓછું છે. જ્યારે 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. દર વર્ષની જેમ પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જાહેર કરાયું છે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા.

  • 2,092 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
  • 62,734 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો
  • 84,629 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો
  • 76,492 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો
  • 34,839 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો
  • 2,602 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો

વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની પ્રિન્ટ પણ કાઢી શકાશે. ફિઝીકલ માર્કશીટ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી આપવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 4 લાખ 22 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી છે. ગત વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાવવામાં આવ્યું હતું. તેના આગામી વર્ષ 2020 માં 76.29 ટકા પરિણામ જાહેર થયું હતું.

  • નિયમિત ઉમેદવારોનું 86.91 ટકા પરિણામ
  • નિયમિત વિદ્યાર્થીઓનું 84.67 ટકા પરિણામ
  • નિયમિત વિદ્યાર્થીનીઓનું 89.23 ટકા પરિણામ
  • રિપોટર વિદ્યાર્થીઓનું પરિણામ 45.45 ટકા

ઉલ્લેખનીય છે કે, પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને પરિણામ જાહેર થવાની જાહેરાત કરી હતી. ધોરણ 10 બોર્ડનું પરિણામ 6 જૂનના રોજ જાહેર થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news