Sidhu Musewala: ચંદીગઢમાં આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર, સીબીઆઈ તપાસની કરશે માંગ

Musewala family meet Amit Shah: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે છે. આ દરમિયાન સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર ગૃહમંત્રી સાથે મુલાકાત કરી શકે છે. 

Sidhu Musewala: ચંદીગઢમાં આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર, સીબીઆઈ તપાસની કરશે માંગ

ચંદીગઢઃ પંજાબમાં 29 મેએ યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચકચાર મચી ગયો છે. 29 મેએ સિંગરની અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પંજાબનો રાજકીય માહોલ પણ ગરમ છે. મહત્વનું છે કે સિંગર મૂસેવાલાને ધમકીઓ મળી રહી હતી અને તેની હત્યાના એક દિવસ પહેલાં સરકારે તેની સુરક્ષા ઘટાડી દીધી હતી. આ સિંગરની હત્યા બાદ ભગવંત માન સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. 

તો સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવારજનોએ હત્યાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. આ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલા જઈ રહ્યા છે. સિંગર મૂસેવાલાનો પરિવાર ગૃહમંત્રી શાહ સાથે મુલાકાત કરી શકે છે. આ દરમિયાન પરિવારજનો હત્યાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ અમિત શાહ સમક્ષ કરી શકે છે. 

ભગવંત માને કરી હતી મુલાકાત
મહત્વનું છે કે શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિદ્ધુ મૂસેવાલાના ઘરે પહોંચીને તેમના પિતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રીએ લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનં છે કે પંજાબની માન સરકારે 424 લોકોની સુરક્ષા ઘટાડી હતી, જેમાં સિંગર સિદ્ધુ મૂસેવાલા પણ સામેલ હતો. 

પંજાબ પોલીસે 28 મેએ સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો અને 29 મેએ સાંજે અજાણ્યા લોકોએ ગોળીબાર કરી સિંગરની હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે પહેલાં મૂસેવાલાની સુરક્ષામાં ચાર પંજાબ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ માન સરકારે બે પોલીસ જવાનોને સુરક્ષામાંથી હટાવી લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news