એનેસ્થેસિયા ડે : દરેક વ્યક્તિએ COLS શીખવું, એમ્બ્યુલન્સ આવતા પહેલા તમે દર્દીનો જીવ બચાવી શકો છો

Anesthesia Day : સદીઓ પહેલા વાઢકાપ જે દર્દી પર કરવામાં આવતી હતી, તેને જાહેરમાં કેટલાક લોકો પકડી રાખતા અને સર્જરી કરાતી હતી... તેના પછી એનેસ્થેસિયાની પદ્ધતિ શોધાઈ... આ દવાની શોધને કારણે 16 ઓક્ટોબરે આ દિવસ ઉજવાય છે

એનેસ્થેસિયા ડે : દરેક વ્યક્તિએ COLS શીખવું, એમ્બ્યુલન્સ આવતા પહેલા તમે દર્દીનો જીવ બચાવી શકો છો

અતુલ તિવારી/અમદાવાદ :આજે સમગ્ર દેશમાં વર્લ્ડ એનેસ્થેસિયા ડેની ઉજવણી કરાઈ રહી છે. શીશી સુંઘાડવી જેવા શબ્દથી સામાન્ય માણસમાં પણ પ્રચલિત થઈ ગયેલી એનેસ્થેસિયા એટલે કે દર્દીને બેભાન કરવા અંગેની દવાની શોધને કારણે આ દિવસ ઉજવાય છે. સદીઓ પહેલા વાઢકાપ જે દર્દી પર કરવામાં આવતી હતી, તેને જાહેરમાં કેટલાક લોકો પકડી રાખતા અને સર્જરી કરાતી હતી. એનેસ્થેસિયાનો યુગ રાણી વિક્ટોરિયાના સમયથી અમલમાં આવ્યો હતો અને ત્યાર પછી વિજ્ઞાન પ્રગતિ કરતું રહ્યું. ત્યારે આજના ખાસ દિવસે ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એનેસ્થેટીસ્ત ડોક્ટરો દ્વારા કેમ્પ્રેશન ઑનલિ લાઇફ સપોર્ટ અંગે સામાન્ય લોકોને માહિતગાર કરાયા હતા. દર્દીને જીવનદાન આપવા માટે કેમ્પ્રેશન ઑનલિ લાઇફ સપોર્ટ એટલે કે COLS કેટલુ જરૂરી છે તે અંગે આ કાર્યક્રમમાં જણાવાયુ હતું. 

અચાનક ઢળી પડતાં લોકો માટે COLS જીવનદાન સાબિત થઈ શકે છે, એવામાં વધુમાં વધુ લોકો COLS અંગે જાણે એવો પ્રયાસ આ કાર્યક્રમ થકી કરાયો. કેમ્પ્રેશન ઑન્લી લાઇફ સપોર્ટ એટલે કે COLS અંગે લોકોને હેન્ડ ઓન પ્રેક્ટિસ કરાવી. હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ, ગાયક કે.કે. તેમજ અનેક કલાકારો અચાનક ઢળી પડતાં મૃત્યુ પામ્યા છે ત્યારે શરૂઆતની સેકન્ડોમાં COLS ની મદદ મળી જાય તો વ્યક્તિનો જીવ બચી શકે છે. કેટલીકવાર અકસ્માતમાં, જીમમાં અથવા કોઈ અન્ય કારણોસર કેટલીક વ્યક્તિઓ અચાનક ઢળી પડે છે, એવામાં COLS દ્વારા વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

કેવી રીતે કરાય છે COLS

  • 5 સેન્ટીમીટર સુધી છાતીના ભાગ પર પુશ કરવાથી મગજમાં ઓકસીજન પહોંચવાની શરૂઆત થતી હોય છે 
  • COLS માં છાતી પર પુશ જરૂરી હોય એવા વ્યક્તિને એક મિનિટમાં 120 વખત કરવાનું રહે છે 
  • આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી શકાય છે 
  • 108 એમ્બ્યુલન્સને આવતા 12 થી 15 મિનિટનો સમય થતો હોય છે એવામાં કેમ્પ્રેશન ઑનલિ લાઇફ સપોર્ટ પદ્ધતિ વ્યક્તિને જીવનદાન આપી શકે છે 

આ પદ્ધતિથી સિક્યોરિટી સાથે સંકળાયેલા કર્મચારીઓ, જીમ ટ્રેનર, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ અવગત થાય તેવા પ્રયાસ ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા થઈ રહ્યા છે જેથી અચાનક ઢળી પડતાં લોકોને મદદ કરી તેમને પ્રાથમિક તબક્કે બચાવવાનો પ્રયાસ થઇ શકે છે.

જાણીતા એનેસ્થેટિસ્ટ ડોક્ટર સંજય પાંડેએ જણાવ્યું કે, COLS અંગે અમે લોકોને ચાર્જ લઈને માહિતગાર કરતા હોઈએ છીએ. પરંતુ 75 વર્ષ પહેલાં પહેલીવાર દર્દીને એનેસ્થેસીયા આપીને બચાવાયો હતો, આ વર્ષ અમે ગોલ્ડન જયુબિલી તરીકે ઉજવતા હોઈ લોકોને વિનામૂલ્યે હેન્ડ ઓન પ્રેક્ટિસ કરાવી COLS વિશે મહિતગાર કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news