GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં શું ફરી કોરોના કરશે તાંડવ! ચિંતાજનક રીતે મોતનો આંકડો વધ્યો

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5992 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5970 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,42,561 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં શું ફરી કોરોના કરશે તાંડવ! ચિંતાજનક રીતે મોતનો આંકડો વધ્યો

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 947 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1198 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5992 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5970 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,42,561 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 305 કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. વડોદરા કોર્પોરેશનમાં 106, મહેસાણા 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 39, વડોદરા 34, કચ્છ 32, અમરેલી 31, સુરત કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 20, રાજકોટ 20, બનાસકાંઠા 19, ભરૂચ 15, નવસારી 15, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર 12, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, વલસાડ 11, અમદાવાદ 10, પોરબંદર 10 એમ કુલ 947 કેસ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,83,954 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1812 ને રસીનો પ્રથમ અને 6665 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 211 ને રસીનો પ્રથમ અને 2065 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 38942 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2281 ને રસીનો પ્રથમ અને 4018 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 327960 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,82,48,261 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news