ફીટનેસનું સ્તર વધારવા અમદાવાદમાં અનેક સ્થળે લોકોએ કરી યોગદિવસની ઉજવણી
ફીટનેસનુ સ્તર વધારીને તાણ દૂર કરવાના તથા સ્વાસ્થ્યમાં સુધારા માટે યોગ કરવાનો કાર્યક્રમ અમદાવાદ વન મૉલ ખાતે તા.21 જૂનના રોજ યોજાયો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ઈન્ડીયા ટુરિઝમ, મુંબઈના નેજા હેઠળ ઈનક્રેડીબલ ઇન્ડિયાના હિસ્સા તરીકે અમદાવાદ વન મૉલના સંકુલમાં શ્રી ગોવિંદ દોરીયા દ્વારા યોગનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
Trending Photos
અમદાવાદ: ફીટનેસનુ સ્તર વધારીને તાણ દૂર કરવાના તથા સ્વાસ્થ્યમાં સુધારા માટે યોગ કરવાનો કાર્યક્રમ અમદાવાદ વન મોલ ખાતે 21 જૂનના રોજ યોજાયો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ઈન્ડીયા ટુરિઝમ, મુંબઈના નેજા હેઠળ ઈનક્રેડીબલ ઇન્ડિયાના હિસ્સા તરીકે અમદાવાદ વન મૉલના સંકુલમાં શ્રી ગોવિંદ દોરીયા દ્વારા યોગનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
તાજેતરમાં યોગ ટુરિઝમને દેશમાંવેગ મળતો જાય છે અને યોગ દેશમાં શરીર સૌષ્ઠવ માટે જાગૃતિનું મહત્વનું સાધન પણ બન્યો છે, પરંતુ અમદાવાદ વન મૉલ ખાતે યોગ ઘરઆંગણે મનાવાયો ત્યારે આ દિવસે 80 જેટલા રિટેઈલર્સ અને સ્ટાફના સભ્યો તથા અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ સમુદાયના લોકો સાથે ઇન્ડિયા ટુરિઝમ, મુંબઈના અધિકારીઓ પણ યોગ પ્રવૃત્તિમાં સામેલ થયા હતા.
મગફળી કાંડ મુદ્દે આગામી વિધાનસભાના સત્રને ગજવવાની કોંગ્રેસે કરી તૈયારી
આ વર્ષે પૌરાણિક પરંપરા જાળવીનેલોકો‘ફેસ્ટીવલ ઓફ યોગ એન્ડ વેલબીઈંગ’ માં સક્રિય બન્યા હતા. યોગ પ્રવૃત્તિમાં સામેલ થયેલા લોકોને ટી શર્ટ, કેપ અને નાસ્તાની યાદગીરીની સાથે સાથે આત્મજાગૃતિ અને સભાનતાનો સંદેશ પ્રાપ્ત થયો હતો.
જીવનના અધ્યાત્મનો પ્રારંભ!
રોજબરોજના જીવનમાં જો યોગને સ્થાન આપવામાં આવે તો તે જીવનમાં ખૂબ જ લાભદાયી નિવડે છે.તા.21મી જૂનના રોજ નોવોટેલ, અમદાવાદે તેમના કર્મચારીઓ અને મહેમાનોમાં યોગ અંગે જાગૃતિ દ્વારા 5મો ઈન્ટરનેશનલ યોગ ડે મનાવ્યો હતો.
વડોદરા: રાજ્ય સરકારે કર્યું આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન
યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ વર્ષ 2015માં આ દિવસને વિશ્વ યોગ દિન જાહેર કર્યો ત્યારથી આ પૌરાણિક જીવન પ્રણાલી અને તેના લાભ અંગે વિશ્વમાં જાગૃતિ પેદા થઈ છે. આરોગ્ય અને શરીર સૌષ્ઠવને એક સમગ્રલક્ષી અભિગમ બક્ષતા આ ઠરાવમાં 177 રાષ્ટ્રો કો - સ્પોન્સર તરીકે જોડાયા હતા.
નોવોટેલ, અમદાવાદે આ દિવસને ‘યોગ અને ફીટનેસના ઉત્સવ’ તરીકે વધાવવા યોગ ગુરૂ બંદાના નાથ દ્વારા સંચાલિત યોગની ખાસ બેઠકનુંઆયોજન કર્યું હતું. સવારે યોજાયેલા આ માહિતીલક્ષી અને પુન:ઉર્જા બક્ષતા કાર્યક્રમની તમામ લોકોએ પ્રશંસા કરી હતી.
દિલ્હી પબ્લિક સ્કુલ-ઇસ્ટ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંપૂર્ણ ઉત્સાહથી ઉજવાયો હતો. બાળકો, શિક્ષકો અને માતા-પિતાએ સ્વયંને શોધવાની આ યાત્રામાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં શ્રી ઓમપ્રકાશ ટી. દવે, આઇ/સી રજિસ્ટ્રાર, લકુલીશ યોગા યુનિવર્સિટીની આગવી હાજરી હતી. લકુલિશ યોગ યુનિવર્સિટીની ટીમ દ્વારા સત્ર યોજાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે