મહીસાગરમાં વાઘ દેખાયાનો દાવો સાચો, વન વિભાગના કેમેરામાં ક્લિક થયો વાઘ, જુઓ Exclusive Photo

 ગુજરાતમાંથી પચ્ચીસેક વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ મહીસાગર વિસ્તારમાં ફરી જોવા મળ્યો હતો. ત્યારે હવે વન વિભાગના નાઈટ વિઝન કેમેરામાં પણ આખરે વાઘ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે. 

મહીસાગરમાં વાઘ દેખાયાનો દાવો સાચો, વન વિભાગના કેમેરામાં ક્લિક થયો વાઘ, જુઓ Exclusive Photo

અલ્પેશ સુથાર/હિતલ પારેખ/ગુજરાત : ગુજરાતમાંથી પચ્ચીસેક વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ મહીસાગર વિસ્તારમાં ફરી જોવા મળ્યો હતો. ત્યારે હવે વન વિભાગના નાઈટ વિઝન કેમેરામાં પણ આખરે વાઘ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે. જેને પગલે વન વિભાગે પણ વાઘ હોવાની વાતને સમર્થન આપ્યું છે. મહીસાગરમાં વાઘના footprint મળ્યા હોવાનો વનવિભાગે સ્વીકાર કર્યો છે. ફૂટ પ્રિન્ટ્સનાઅને વાઘ હોવાના પુરાવો વનવિભાગને હાથ લાગતા હવે વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજુ ગુપ્તાએ મહીસાગરમાં વાઘ હોવાનો સ્વીકાર કર્યો છે. 

ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું
વન મંત્રી ગણપત વસાવાએ પત્રકારોને વિગતો આપતાં કહ્યું કે, 7થી8 વર્ષનો આ વાઘ છે. ગુજરાતની આજુબાજુના રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં વાઘ છે અને આ વાઘ ત્યાંથી પણ આવ્યો હોવાનું કહી શકાય છે. ઉજ્જૈન નજીક વાઘ હતા એમાંથી એક ઓછો થયાનું સામે આવ્યું છે જે જોતાં એ ત્યાંથી આવ્યો હોવાનું કહી શકાય. ગુજરાતનું વન વિભાગ આ માટે સતત સંપર્કમાં છે. વાઘ માટે કામ કરતી નેશનલ ઓથોરીટીને પણ જાણ કરવામાં આવી છે. ગુજરાત માટે આ નવો વિષય છે. સ્થાનિક લોકોને આ અંગે જાગૃત કરવામાં આવશે. અમે સર્વે પણ કરાવીશું કે આ વાઘ કેટલા સમયથી ફરે છે. આ વાઘ દેખાયો છે એનું રાજ્ય સરકાર દ્વારા સમર્થન કરવામાં આવે છે. 

વન વિભાગને મળી ગુફા
મહીસાગર જિલ્લામાં વાઘ આવ્યો હોવાનું જાણ્યા બાદથી જ ફોરેસ્ટની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મહીસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર બાદ આજે ચોથા દિવસે વન વિભાગને સફળતા સાંપડી હતી. વન વિભાગને જંગલમાં એક ગુફા મળી આવી છે, જે વાઘને રહેવા માટે એકદમ અનુકૂળ છે તેવી વાત વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, ગુફામાં વાઘ હોવાના કોઈ પુરાવા હાથ નથી લાગ્યા, તેમજ ગુફા પણ અંદર ઊંડી છે. તેથી હાલ માત્ર શક્યતા સેવાઈ રહી છે. 

TigerSpot3.jpg

200થી વધુનો સ્ટાફ વાઘને શોધવા કાર્યરત
મહિસાગર  સહિત પંચમહાલ જિલ્લાનો ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ જંગલમાં ખડકી દેવામાં આવ્યો છે. લુણાવાડા તાલુકાના ગઢ ગામના જંગલમાં 200 ઉપરાંતનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 

મહીસાગર જિલ્લામાં 62000 હજાર હેક્ટર વિસ્તારમાં જંગલ આવેલું છે. જેમાં ગઢ ગામથી સંતરામપુર સુધીના સંતના જંગલ વિસ્તાર સુધીનો તપાસ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા મહત્વનો ગણી ફોરેસ્ટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લાનો સમગ્ર ફોરેસ્ટનો 200 ઉપરાંતનો સ્ટાફ અલગ અલગ 11 તેમજ સંતરામપુરના જંગલ વિસ્તારમાં ફોરેસ્ટની 11 ટીમો ખડકી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે સ્થાનિકો દ્વારા વાઘ છે કહેવામાં આવી રહ્યું છે અને ઘણીવાર વાઘ જોવા પણ મળ્યો છે ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાંથી મળી આવેલા પુરાવા લેબોરેટરીમાં મોકલી આપ્યા છે ત્યારે આ લેબોરેટરીનો રિપોર્ટ હજુ પણ બે દિવસ લાગશે તેમ ફોરેસ્ટ વિભાગ અધિકારી આર.વી. પટેલ જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા એક શિક્ષકને જંગલમાંથી પસાર થતા સમયે વાઘ દેખાયો હતો. જેની તસવીર તેમણે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news