વડોદરા: મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રન, ત્રણે યુવકોના ઘટના સ્થળે મોત

 કરજણ જઇ રહેલા વસાવા પરિવારના ત્રણ યુવકોનો દિવસ કાળ મુખો સાબિત થયો. કંડારી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં પાદરાના ઠીકરીયા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી.
વડોદરા: મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રન, ત્રણે યુવકોના ઘટના સ્થળે મોત

મિતેશ માળી/ કરજણ: કરજણ જઇ રહેલા વસાવા પરિવારના ત્રણ યુવકોનો દિવસ કાળ મુખો સાબિત થયો. કંડારી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં પાદરાના ઠીકરીયા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરાના ત્રણ યુવકો પોતાની બાઇક લઈ પોરથી કરજણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલું અજાણ્યા વાહને ટક્કર મારતાની સાથે જ પાદરા તાલુકાના ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા. ખાસ કરી વાત કરવામાં આવે તો કરજણના માંગરોલ કંડારી પાસે આ ઘટના બની હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

ત્યારે ગામ લોકો દ્વારા પોલોસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યારે ઘટનાને પગલે કરજણ પોલીસે વાહન ચાલકને ઝપડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ઘટનાને લઈ મૃતકોના વસાવા પરિવારમાં શોકનો માતમ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે ત્રણે યુવકો પાદરામાં ઠીકરીયા ગામના કરજણ જઇ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news