ગ્રીન ઝોન છતાં જામનગરમાં 3 પોઝિટિવ કેસ, આ ત્રણેય કેસને લઇ તંત્ર મુકાયું અવઢવમાં
કોરોના વાયરસને પગલે રાજ્યને ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદથી જામનગરમાં આવેલી 3 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે
Trending Photos
મુસ્તાક દલ, જામનગર: લોક ડાઉન 3.0ના પગલે જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદથી જામનગરમાં આવેલી 3 મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ આ ત્રણેય પોઝિટિવ કેસને અમદાવાદમાં ગણવા કે જામનગર તે અંગે તંત્રમાં મથામણ ચાલી રહી છે.
કોરોના વાયરસને પગલે રાજ્યને ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદથી જામનગરમાં આવેલી 3 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે, ગઈકાલે અમદાવાદથી 8 લોકો જામનગર આવ્યા હતા. અમદાવાદથી જામનગર આવેલા આ તમામ લોકોને શહેરની સમરસ હોસ્ટેલમાં કવોરનટાઇન કરાયા છે. ત્યારે ત્રણેય પોઝિટિવ કેસને અમદાવાદમાં ગણવા કે જામનગર તે અંગે તંત્રમાં મથામણ ચાલી રહી છે. તો બીજી તરફ ત્રણેય પોઝિટિવ કેસને જામનગર રાખવા કે અમદાવાદ પરત મોકલવા તે હવે નક્કી થશે.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતાં તંત્ર દ્વારા વધુ રાહતો આપવામાં આવી છે ત્યારે જામનગર મહાનગરમાં જીવન જરૂરિયાત તેમજ અન્ય દુકાનો અને ઓફિસો ફરીથી ધમધમતી જોવા મળી રહી છે. છૂટક દુકાનો ઉપરાંત કોમ્પલેક્ષમાં રહેલી દુકાનો અને ઓફિસો ખોલવાની પણ પરવાનગી આપવામાં આવી છે. લોકડાઉન 3.0 માં વેપાર ધંધાને સમય મર્યાદા સાથે છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે સતત છેલ્લા સવા દોઢ મહિનાથી દુકાનો બંધ બાદ હવે ખુલતા વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સામાન્ય દિવસો જેવી જ જામનગરમાં હાલ ચહલપહલ જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે