કચ્છ: નખત્રાણા મંગાવાણા નજીક અકસ્માતમાં આગ લાગતા 3 બળીને થયા ભડથું

જિલ્લાના નખત્રાણા પાસે આવેલા મંગાવાણા નજીક ડમ્પર અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા બંન્ને વાહનોમાં આગ લગી હતી.

કચ્છ: નખત્રાણા મંગાવાણા નજીક અકસ્માતમાં આગ લાગતા 3 બળીને થયા ભડથું

રાજેન્દ્ર ઠક્કર/ક્ચ્છ: જિલ્લાના નખત્રાણા પાસે આવેલા મંગાવાણા નજીક ડમ્પર અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા બંન્ને વાહનોમાં આગ લગી હતી. જેને લઇને વાહનોમાં સવાર ત્રણ લોકોના આગમાં બળીને ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્યોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Katch.jpg

અકસ્મતા થતા રોડ પર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. રોડ પર લાંબી વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ઘટનાની જાણ આજી બાજુના ગામ લોકોને થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્મતનો ગુન્હો નોધીને આગળની તપાસ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news