સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

સુરત શહેર ટેક્સટાઈલ હબ છે. જેમાં ઘણા મોટા આર્થિક લેવડ દેવડ થતી હોય છે. જેમાં ઘણી વખત તક સાધુઓ વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ખોટા અને બનાવટી માણસો ઉભા કરી કાપડ માર્કેટમાંથી મોટી રકમનુ કાપડ ખરીદી પેઢી બંધ કરી નાણાકીય લાભ મેળવતા હોય છે

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

તેજશ મોદી, સુરત: સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં થોડા સમય અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ કડક કાર્યવાહી કરી હતી. ત્યારે ફરી એક વાર અલગ અલગ કાપડના વેપારીઓ સાથે રૂપિયા ૫,૦૭,૯૩,૬૧૮ ની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરત શહેર વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ સુરત શહેર ટેક્સટાઈલ હબ છે. જેમાં ઘણા મોટા આર્થિક લેવડ દેવડ થતી હોય છે. જેમાં ઘણી વખત તક સાધુઓ વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ખોટા અને બનાવટી માણસો ઉભા કરી કાપડ માર્કેટમાંથી મોટી રકમનુ કાપડ ખરીદી પેઢી બંધ કરી નાણાકીય લાભ મેળવતા હોય છે. આ પ્રકારની ફરીયાદ સંબંધે ઉંડાણ પૂર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી પહોંચી આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્રારા સૂચના અપાવામાં આવી હતી.

જેમાં ફરીયાદી હરેશભાઇ મગનભાઇ દોમડીયા ઉઘના ખાતેથી બ્રહ્માણી જરી નામના ફર્મથી ગ્રે કાપડનો વેપાર કરે છે. તેઓએ પોતાની ફરીયાદ હતી કે કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ રૂષભ ક્રીએશનના પ્રોપરાઇટર ભરત માંગીલાલ કોઠારી તથા સિધ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન ગણેશભાઇ પટેલની સાથે મળી આયોજન બંધ કાવતરૂ રચી ટેક્સટાઈલ માર્કેટમાં અલગ અલગ વિવર્સો સાથે વેપાર શરૂ કરેલ હતો.

પ્રથમ વિશ્વાસ સંપાદન કરવા માટે વિવર્સોને સમયસર પેમેન્ટ ચુકવણી કરેલ હતી. ત્યારબાદ માર્કેટમાંથી વિવર્સો પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદ કરી કાવતરા પ્રમાણે પેમેન્ટની ચુકવણી કરેલ નહી. જેમાં ફરીયાદી તથા સાહેદોના મળી કુલ રૂપીયા ૫,૦૭,૯૩,૬૧૮ ના ગ્રે કાપડની ખરીદ કરી પેમેન્ટ ચુકવણી કર્યું ન હતું.  ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ વિરૂધ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવા અંગેના પુરાવાઓ મળી આવેલા હતા.

આરોપીઓ પૈકીના રાજકુમાર ભંડારી અગાઉ પણ સુરતમાં કાપડ માર્કેટમાં આ જ પ્રકારે વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાધાત આયેરલ છે. જેથી આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમ્યાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસ કરતા ત્રણેય આરોપીઓ મળી આવતા ગુનાના કામે ધરપકડ કરેલ છે.

ધરપકડ કરેલા આરોપી
(૧) કિશનભાઇ ગણેશભાઇ પટેલ
(૨) ભરત માંગીલાલ કોઠારી
(૩) રાજકુમાર ભીકમચંદ ભંડારી

પકડાયેલ ત્રણેય આરોપીઓ સુરત શહેરના અલગ અલગ કાપડના વેપારીઓ સાથે વેપારી શરૂ કરી શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવા સારૂ પેમેન્ટની ચુકવણી કરી મોટા જથ્થાના ગ્રે – કાપડના માલ ઉધારીમાં ખરીદી કરી પેમેન્ટની ચુકવણી નહી કરી ગુન્હો આચરેલ છે.

પકડાયેલ આરોપીઓ રાજકુમાર ભંડારીનો ગુનાહીત ઇતીહાસ
(૧) મહીધરપુરા પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નંબર ૨૨૦/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી) મુજબ
(૨) કોસંબા પો.સ્ટે. (સુરત ગ્રામ્ય) ફસ્ટ પાર્ટ ગુ.ર.નંબર ૧૭૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦, ૧૧૪ મુજબ
(૩) સલાબતપુરા પો.સ્ટે.ફસ્ટ પાર્ટ ગુ.ર.નંબર ૧૯૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ મુજબ

હાલમાં પકડાયેલ આરોપીઓની ફરીયાદી તથા બીજા અન્ય ભોગબનનાર પાસેથી મેળવેલ કાપડનો માલ બાબતે સઘન પુછપરછ અને તલસ્પર્શી આરોપીઓએ વધુ વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી જેથી દિશામાં હાલની તપાસ ચાલુ છે. જેમાં માહિતી મળતાં વધુ ગુના દાખલ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news