આ VIDEO વિદેશનો નહી SURAT નો છે, પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ નીચે બેસી ગયું અને...

શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા લાંબા સમયથી જર્જરીત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે નોંધનીય છે કે, તે છેલ્લા 2 વર્ષથી તો ખાલી જ હતું. જેના કારણે લાંબા સમયથી તેના ડિમોલેશનની ચર્ચા પણ ચાલી રહી હતી. જો કે આજે ફાયર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતીથી બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું. 
આ VIDEO વિદેશનો નહી SURAT નો છે, પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ નીચે બેસી ગયું અને...

સુરત : શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા લાંબા સમયથી જર્જરીત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે નોંધનીય છે કે, તે છેલ્લા 2 વર્ષથી તો ખાલી જ હતું. જેના કારણે લાંબા સમયથી તેના ડિમોલેશનની ચર્ચા પણ ચાલી રહી હતી. જો કે આજે ફાયર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતીથી બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું. 

ફાયર વિભાગના અનુસાર જર્જરિત થયેલા બિલ્ડીંગને ડિમોલીશ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો બિલ્ડીંગના તમામ પિલ્લોર નબળા કરી દેવાયા હતા. ત્યાર બાદ પાલીકાએ બિલ્ડિંગ ઉતારી લીધું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી પણ રખાઇ હતી. પાલિકા બિલ્ડિંગ નજીક મહત્વનો માર્ગ પસાર થઇ રહ્યો હોવાનાં કારણે તે રોડ બ્લોક કરી શકાય તેમ નથી. જેના કારણે ચાલુ વાહન વ્યવહારે જ વૈજ્ઞાનિક રીતે જ બિલ્ડિંગ તોડી પડાયું હતું. પસાર થઇ રહેલા વાહન ચાલકો પણ અચાનક બિલ્ડિંગ તુડી પડતા થોડા સમય માટે ગભરાયા હતા. જો કે ત્યાર બાદ ખબર પડતા તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 21, 2021

ફોકલેન મશીનની મદદથી સૌપ્રથમ પિલ્લોરને વાઇબ્રેટ કરીને નબળા પાડી દેવાયા હતા. આ મશીનની મદદથી બિલ્ડિંગ સીધુ જ નીચે પાડી દેવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજીના કારણે આસપાસના બિલ્ડિંગને જરા પણ નુકસાન ન થાય તે રીતે જે સ્થળે બિલ્ડિંગ ઉભુ હોય ત્યાં જ બેસી પડે છે. જો કે ફાયર વિભાગે એક તરફનો રોડ સુરક્ષાને ધ્યાને રાખીને બંધ કરી દીધો હતો. બીજા રોડ પર વાહન વ્યવહાર ચાલુ રાખ્યો હતો. ટુંક જ સમયમાં અહીં બીજુ ફાયર સ્ટે્શનની કામગીરી શરૂ થશે. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળ હોવાને કારણે બિલ્ડિંગ ઉતારવામાં સમય લાગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news