12 વર્ષ, 9 મહિના અને 21 દિવસથી સતત ઉભા છે મહેસાણાના આ ‘હઠીલા’ સંત

કહેવાય છે કે ત્રણ હઠ ખૂબ અઘરા હયો છે. બાળ હઠ, સ્ત્રી હઠ અને સાધુ હઠ. જે સંતો હઠ કરી લે તેમને હઠીલા સંત તરીકેનું ઉપનામ મળી જાય છે. જે મહેસાણાના આ ખડેશ્વરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું.

12 વર્ષ, 9 મહિના અને 21 દિવસથી સતત ઉભા છે મહેસાણાના આ ‘હઠીલા’ સંત

તેજસ દવે/મહેસાણા : કહેવાય છે ને કે આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. .તેમ છતાં સંતો મહંતો દેવોની આરાધના હઠ યોગથી કરી જાણે છે. તેવામાં મહેસાણાના કડી તાલુકાના નાના ખોબા જેટલા ગામમાં આવા જ એક યોગીએ હઠ યોગ કર્યો છે.  તેઓ પોતાની જિંદગીના 12 વર્ષ અને 9 મહિના 1 દિવસથી સતત ઉભા રહ્યા છે. ભક્તો તેમને ખડેશ્વરી બાપુ તરીકે ઓળખે છે. આજે તેઓ આ હઠ મૂકીને બેસવાના છીએ. જેથી આ અવસરને આખા ગામે વધાવી લીધો છે.

કહેવાય છે કે ત્રણ હઠ ખૂબ અઘરા હયો છે. બાળ હઠ, સ્ત્રી હઠ અને સાધુ હઠ. જે સંતો હઠ કરી લે તેમને હઠીલા સંત તરીકેનું ઉપનામ મળી જાય છે. જે મહેસાણાના આ ખડેશ્વરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે 12 વર્ષ પહેલા ઉભા રહેવાની હઠ પકડી હતી. આ સંત કડીના ખોબા જેટલા ગામ બાવરુંમાં રહે છે. રામદેવ મંદિર જુના આખાડાની આ જગ્યામાં આજે રૂંઢો અવસર આવ્યો છે. કારણ કે આ મંદિરના મહંત ખડેશ્વરી બાપુએ 12 વર્ષ પહેલા વિશ્વ શાંતિ અર્થે ઉભા રહીને કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઇ રહી છે.

vlcsnap-2018-12-28-11h33m26.jpg

જીવનભર અથવા પછી એક નિશ્ચિત સમય સુધી સળંગ ઉભા રહેવાનો જેને સંકલ્પ કર્યો છે તેવા આ સાધુને ખડેશ્વરી આજે આસપાસના તમામ ગામના લોકો હુલામણા નામથી કહી જાય છે. ખડેશ્વરી થવાનો સંકલ્પ ખુબ મુશ્કેલ હઠ સાધના માનવામાં આવે છે. આ સંતે વિશ્વ કલ્યાણ અર્થે 12 વર્ષ અને 9 મહિના 21 દિવસથી સળંગ એક પગ પર ઉભા રહેલા આ ખડેશ્વરી બાબા પણ આમાંના જ એક છે. ખડેશ્વરી બાબા છેલ્લા 12 વર્ષથી પોતાની દિનચર્યા ઉભા રહીને જ કરી છે. તેઓ 12 વર્ષથી કદાપિ બેઠા નથી અને ઊંઘ્યા છે, તો પણ ઉભા ઉભા..!!! 

ખડેશ્વરી બાબાનો સંકલ્પ આજે ભક્તો દ્વારા કહેવાથી છોડી રહ્યા છે. પોતાના સંકલ્પ માટે તેઓ 24 કલાક માત્ર એક હીંચકા જેવા સ્ટેન્ડનો સહારો લઈને ઉભા રહેતા હતા. અહીં ઉભા રહીને જ તેમણે ઈશ્વરની આરાધના કરી છે, ઉભા રહીને જ તે ફળાહાર પણ લે છે અને ઉભા રહીને જ ઊંઘ પણ પૂરી કરી લે છે. એટલું જ નહી પોતાનું નિત્ય કર્મ પણ તે ઉભા રહીને જ કરી લે છે. હઠયોગી રૂપગિરીજી મહારાજ સંન્યાસીઓના અખાડા સાથે જોડાયેલા છે. 

ધર્મગ્રંથો અનુસાર, જીવનભર અથવા પછી એક નિશ્ચિત સમય સુધી સળંગ ઉભા રહેવાનો સંકલ્પ કરનારા સાધુઓને ખડેશ્વરી કહેવામાં આવે છે. ખડેશ્વરી થવાનો સંકલ્પ ખુબ મુશ્કેલ સાધના માનવામાં આવે છે. હવે મહંત ખડેશ્વરી લોકો ભક્તોના કહેવાથી આજે સ્થાન ગ્રહણ કરશે 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news