અમદાવાદ: 142 વર્ષની પરંપરા તુટશે, આ પ્રકારે કરવામાં આવશે રથયાત્રાનું આયોજન
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તુટવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો.
Trending Photos
અમદાવાદ : અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તુટવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હવે કોરોડા મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં
હાઇકોર્ટનાં આદેશ બાદ સ્થિતી ખુબ જ ગુંચવાડા ભરી બની હતી. છેલ્લા 142 વર્ષથી ગમે તેવી વિપત્તી છતા પણ રથયાત્રાનું આયોજન થયુ છે. ત્યારે આ વખતે કોર્ટનાં આદેશ બાદ શું કરવું તેવી સ્થિતી પેદા થઇ હતી. જેના પગલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત અમદાવાદના મેયર ઉપરાંત ઉચ્ચે અધિકારીઓએ મંદિર ટ્રસ્ટ સાથે વિચાર વિમર્શ કરીને પરંપરા પણ ન તુટે અને જે રિવાજ છે તે પણ જળવાઇ રહે તે પ્રકારનો વચગાળાનો રસ્તો કાઢ્યો હતો.
રથયાત્રાની મંદિર ખાતે થતી તમામ વિધિ યથાવત્ત રીતે જ થશે પરંતુ રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવાશે. મંદિર સંકુલની બહાર રથ કાઢવામાં નહી આવે. ઉપરાંત આ તમામ વિધિમાં કોઇ પણ ભક્તોને પ્રવેશ આપવામાં નહી આવે. માત્ર આમંત્રીત મહેમાનો અને મીડિયાને પ્રવેશ અપાશે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે.
રથયાત્રામાં ભક્તોને દર્શન કરવા દેવાશે કે કેમ તે અંગે સ્થિતી અવઢવ
રથયાત્રામાં ભક્તોને રથ અને પ્રભુને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે અવઢવ જોવા મળી હતી. મહંત દિલિપદાસજી દ્વારા જણાવાયું કે, રથ બહાર જ મુકવામાં આવશે અને ભગવાનનાં દર્શન કરી શકે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે તકેદારી રાખીને ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે. જો કે બીજી તરફ અધિકારીઓ દ્વારા આવી કોઇ વાત નહી થઇ હોવાનું જણાવી રહ્યા છે. જેના કારણે ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે હાલ ગુંચવાડો ઉભો થયો છે.
જો કે રથયાત્રા દ્વારા નાથ નગરચર્યાએ નિકળે છે, આ વર્ષોજુની પરંપરા છે માટે તેને સાચવવી પણ તેટલી જ જરૂરી છે. જેના કારણે હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જે અનુસાર મંદિરમાંથી પરંપરા અનુસાર જ પહિંદ વિધિ કરીને ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. મંદિરની ફરતે પ્રદક્ષીણા કરાવીને રાત્રી રોકાણ હંમેશાની પરંપરા અનુસાર બહાર જ કરાવવામાં આવશે. બીજા દિવસે રથમાંથી ભગાવનને મંદિરમાં પ્રવેશ કરાવાશે. આ પ્રકારે પરંપરા પણ જળવાશે અને કોર્ટનાં આદેશની પણ અવગણના નહી થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થાય છે તે અમદાવાદનો કોટ વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં જ કોરોના બેકાબુ છે જેના કારણે અનેક વિસ્તારો તો હાલ પણ કન્ટેઇમેન્ટ ઝોનમા આવે છે. એટલે સુધી કે જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે જમાલપુરને કોરોનાનુ એપીસેન્ટર માનવામાં આવતું હતું. પ્રથમ તબક્કામાં કોરોના ત્યાં બેકાબુ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે