ચોંકાવનારો કિસ્સો! રખિયાલમાં ભગવદ ગીતા સહિતના 940 ધાર્મિક પુસ્તકોની ચોરી, હદ તો ત્યારે થઈ....
અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના છાસવારે બનતી હોય છે પરંતુ હવે તસ્કરો પુસ્તકોની પણ ચોરી કરતા ખચકાતા નથી એવી એક ઘટના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ચોરીની અનોખી ઘટના સામે આવી જેમાં તસ્કરો દાગીના કે રોકડ નહિ પણ પુસ્તકોની પણ ચોરી કરી ગયા. જે અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં સિનિયર સિટીઝને ફરિયાદ નોંધાવી છે. ચોરી થયેલા આ પુસ્તકોમાં ધાર્મિક પુસ્તક ભગવદ ગીતાના સરળ અનુવાદ કરેલ પુસ્તકો સહિત કુલ ₹91 હજારના પુસ્તકો ચોરી થતા રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીડિયોમાં દેખાતા આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રખિયાલ વિસ્તારના અજિત મિલ પાસેના છે. જેમાં છત પર શેડ બાંધી લેખક પોતાના પુસ્તકો લખતા અને અનુવાદ કરી વેચાણ કરતાં. જોકે ફરિયાદી મહેન્દ્ર નાયકે અલગ અલગ 940 જેટલા ધાર્મિક પુસ્તકો ઓફિસમાં રાખ્યા હતા.જેને અજાણ્યા શખ્સો શેડની ઓફિસમાં બાકોરું કરી ચોરી ગયા. હદ તો ત્યારે થઈ જ્યારે તસ્કરોઓએ ધાર્મિક પુસ્તકમાં અનુવાદ કરેલી ભગવદ ગીતા સહિત કુલ 91 હજારના પુસ્તકો ચોરી ગયા.
ફરિયાદી મહેન્દ્ર નાયક રખિયાલ અજીતમીલ પાસે રીગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના ખુલ્લા શેડમાં ફાઈબરની ઓફીસ ધરાવી જાતે પુસ્તકોના લેખનનું કામ કરે છે. અને ઘોડાસરમાં રહે છે. ફરિયાદીની વાત માનીએ તો તેમના લખેલા પુસ્તકોના બંડલમાં ભગવદ ગીતા પુસ્તકના અંગ્રેજી માધ્યમના 35 નંગ, હિંદી માધ્યમના 100 નંગ, ગુજરાતી માધ્યમના 50 નંગ પુસ્તકો તેમજ વલર્ડ ઓન રોંગ ટ્રેક નામના પુસ્તકના 240 નંગર વગેરે મળી કુલ 940 નંગ પુસ્તકો કિંમત રૂ. 91,200 ના બંડલ બનાવીને તેમની ઓફિસમાં પીવીસી ટેપથી પેક કરી રાખેલા. પણ પાડોશની એસ્ટેટમાં કામ કરતા પરિચિત વ્યક્તિ એ ઓફિસની ફાઈબર સીટ તુટેલી હાલતમાં છે.
મહેન્દ્રભાઈ સ્થળ પર જઈને તપાસ કરતા તેમની ઓફિસના કેબિનમાં મુકેલા 940 નંગ પુસ્તકો ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે તેમણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ધાર્મિક પુસ્તકોની ચોરીની ફરિયાદ નોંધાવતા હાલ રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે