આ ત્રણ દિવસ ગુજરાત બની જશે કાશ્મીર, બહાર નીકળ્યા તો ઠંડીથી ઠુંઠવાયા સમજો
Trending Photos
અમદાવાદ : હવામાન વિભાગે આગામી સમયમાં શિયાળો વધારે કાતિલ બનશે તેવી આગાહી કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડીની આગાહી કરી છે. કોલ્ડવેવની આગાહીના પગલે સરકાર દ્વારા એલર્ટ પણ જાહેર કરાયું છે. જો કે આ કોલ્ડવેન દરમિયાન પવન સામાન્ય રહેવાની આગાહીના સમાચાર રાહત રૂપ ગણાવી શકાય. ત્રણ દિવસ દરમિયાન આ કોલ્ડવેવનો સામનો ગુજરાતના નાગરિકોએ સહન કરવો પડશે.
ત્રણ દિવસ બાદ 2 ડીગ્રી તાપમાન વધશે. સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં કાલથી 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ રહેશે. જેના કારણે નાગરિકોને ત્રણ દિવસ યોગ્ય તકેદારી સાથે રહેવા માટેની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. નલિયામાં હાલમાં 5 ડીગ્રી જેટલું તાપમાન ગગડી ચુક્યું છે. બાદમાં બે દિવસ નલિયામાં 6 ડીગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 12 ડીગ્રી તાપમાન છે. જે કાલથી ઘટીને કાલે 11 થી 10 ડીગ્રી પર પહોંચી જશે.
ગાંધીનગરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડવેવ રહેશે. નાગરિકોને આનુષાંગિક તૈયારીઓ કરી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હવામાનમાં ભારે પરિવર્તન જોવા મળ્યું છે. ક્યારે વરસાદ આવી જાય ક્યારે કોલ્ડવેવ આવે તેનું કાઁઇ જ નક્કી નથી હોતું. જેના કારણે ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય નાગરિકો પણ પરેશાન છે. રોગચાળો પણ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે