AHMEDABAD અને RAJKOT માં અત્યાધુનિક RTO બનશે, ચપટીઓમાં થઇ જશે તમામ કામ
Trending Photos
મૌલિક ધામેચા / અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા આધાર બેઇઝ ઇ કેવાયસીનો ઉપયોગ કરી 20 જેટલી સેવાઓ ફેસલેશ કરવામાં આવી છે. આ સેવામાં વિદેશ જતા નાગરિકોને એક જ દિવસમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ ઈશ્યું કરવામાં આવશે. આ સેવાને કારણે અંદાજિત 30 લાખ અરજદારો ઘર બેઠા આધાર બેઇઝ ઇ-કેવાયસી ફેસલેસ સેવાનો લાભ મેળવી શકશે. આધાર બેન્ડ્સ ઇ-કેવાયસી દ્વારા ફેસલેશ થયેલી અરજદારની અરજીની ખરાઇ કરવા આધાર ઓટીપીનો ઉપયોગ કરવામાં આવશે.
જેના માટે અરજદાર દ્વારા જરૂરી ફી ભરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સીધી જ RTO કચેરીના ફેસલેસ કાઉન્ટર ઉપર ઉપલબ્ધ થશે. અરજદારની વિગતો તથા દસ્તાવેજોની ચકાસણી કરી સબંધિત RTO કચેરી ઓનલાઇન જ અરજી મંજુર કરશે. જેથી અરજદારે આરટીઓ કચેરી ધક્કા ખાવા પડશે નહીં. જોકે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનનું ફિટનેસ રજીસ્ટ્રેશન, અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું રજિસ્ટ્રેશન માટે અરજદારે કચેરીએ ધક્કા ખાવા પડતા હતા. તે હવે ફેસલેસ બની છે.
ટ્રાન્સફર ઓફ ઓનસશીપ, વાહનમાં સરનામુ ફેરફાર, હાઇપોથીકેશનનો ઉમેરો - રદ કરવુ. અન્ય રાજ્યોની એન.ઓ.સી ડુપ્લીકેટ આરસી બુક, નવી પરમિટ રીન્યુ અને ડુપ્લિકેટ પરમીટ, લાયસન્સ સંબંધી સેવાઓની વાત કરવામાં આવે તો લાયસન્સ રિપ્લેસમેન્ટ, લાયસન્સ એક્સટ્રેક, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ સરનામામાં સુધારો, લાયસન્સના ક્લાસનો ઉમેરો, લાયસન્સ નામમાં સુધારો, લાયસન્સના ફોટા સિગ્નેચરમાં સુધારો, પહાડી વિસ્તારમાં વાહન ચલાવવાના વર્ગનો ઉમેરો, લાયસન્સ અથવા બેઝ જમા કરાવવું, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાયસન્સના વર્ગમાં ઉમેરો જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે