મોટુ કૌભાંડ! સરકારી કોન્ટ્રાક્ટ લેતા લોકો ખાસ વાંચો નહી તો ખાલી થઇ શકે છે તમારૂ એકાઉન્ટ
Trending Photos
ગોધરા : નગર પાલિકાને ડુપ્લીકેટ બેન્ક FDR પધરાવનારા લુણાવાડાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત ચાર કોન્ટ્રાકટરો, સામે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી સડક યોજના અને અન્ય કામગીરી માટે કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોના કામો કરવા માટે રજૂ કરાયેલા ડુપ્લીકેટ એફડીઆર મુદ્દે આખરે ચાર કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાએ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટરો દ્વારા રજૂ કરવામાં આવેલ FDR અંગે પાલિકા એ બેંકમાં ખરાઈ કરાવતા સમગ્ર કૌભાંડ નો ભાંડો ફૂટ્યો હતો.
ગોધરા નગરપાલિકા દ્વારા સરકારની મુખ્યમંત્રી સડક યોજના સહિતની વિવિધ યોજનાઓની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવતાં હોય છે. જેના બાદ જોગવાઈ મુજબ ટેન્ડર ઓપન કરી કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવે છે તેમજ જોગવાઈ અનુસાર ડિપોઝીટ અને એફડીઆરની પ્રક્રિયા કરવામાં આવે છે. જે મુજબ જ ગોધરા નગરપાલિકા દ્વારા છ માસ દરમિયાન વિવિધ કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટરો (૧) મનહરભાઇ જેઠા ભાઇ પટેલ લુણાવાડા (પૂર્વ લુણાવડા પાલિકા પ્રમુખ) (૨) દિપકભાઇ જશવંતભાઇ ગાંધી ગોધરા (૩) ગીરીશભાઇ ધરમસિહ કોસીયા મગદલા સુરત (૪) હિરેનભાઇ કાળુ ભાઇ પરખ મગદલા સુરતના ટેન્ડર મંજુર થયા હતા.
જેઓ દ્વારા જોગવાઈ મુજબ ટેન્ડર સંદર્ભે એફ.ડી.આર રજૂ કરવામાં આવી હતી. જેમાં એલ.ડી કજેકશન દ્રારા રજુ કરેલ એચ.ડી.એફ.સી બેન્ક સુરત બ્રાન્ચ દ્રારા તા .૧૪/ ૯/ ૨૦૨૦ ના રોજ બેન્કના લેટર પેડ ઉપ૨ એલ.ડી કન્ટ્રકશન દ્રારા રજુ કરેલ તથા દીપકભાઈ જસવંત ભાઈ ગાંધી દ્વારા એક્સિસ બેન્ક ગોધરા બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ તમામ FDR ની નગર પાલિકા દ્વારા બેંકમાં ખાતરી કરવામાં આવતા FDR ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. નકલી FDR રજૂ કરનારા ઇજારદારો સામે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ એ ડિવિઝન ખાતે નોંધાવી છે.
પોલીસે ગોધરા નગરપાલિકાની ફરિયાદના આધારે ડુપ્લીકેટ FDR પ્રકરણ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. નોંધનીય બાબત છે કે, નગરપાલિકા હદ વિસ્તારમાં રોડ રસ્તા સહીત 4.50.કરોડના કામોને ઈ ટેન્ડરિંગ દ્વારા મંજૂરી મળતા કોન્ટ્રાકટરો દ્વારા 5 ટકા લેખે પાલિકાને કુલ 24 લાખ 78 હજાર 650 ના નકલી FDR પધરાવ્યા હતા. ભેજાબાજ કોન્ટ્રાકટરો ડુપ્લીકેટ FDR બનાવવા માટે એક્સિસ બેન્ક તેમજ અન્ય બેન્ક ના લેટર સિક્કા સહીત ડુપ્લીકેટ એમ્પ્લોઈ કોડનો ઉપયોગ કર્યો. જો કે આ ડુપ્લીકેટ એફડીઆર પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ ચુકી હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દુર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે