પોલીસના ઘરમાં ચોરી: નશાબંધી શાખાના CPD વેરહાઉસમાંથી ચરસનો જથ્થો ચોરી

સામાન્ય રીતે NDPSના ગુનામાં જ્યારે આરોપી ઝડપાય છે ત્યારે નશાનો સામાન ક્યાંથી લાવ્યા અને ક્યા લઈ જવાનો છે તેની તપાસ સૌથી પહેલા થાય છે. અને તેની સાથે સંડોવાયેલા આરોપીને ઝડપી લેવામાં આવે છે. પરંતુ SOG ક્રાઇમે 28 જુલાઈના રોડ પકડેલા ચરસના ગુનામાં મુદ્દામાલ સરકારી ગોડાઉનમાંથી ચોરી થયાનુ સામે આવતા પોલીસે વઘુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસના ઘરમાં ચોરી: નશાબંધી શાખાના CPD વેરહાઉસમાંથી ચરસનો જથ્થો ચોરી

મૌલિક ધામેચા/અમદાવાદ: સામાન્ય રીતે NDPSના ગુનામાં જ્યારે આરોપી ઝડપાય છે ત્યારે નશાનો સામાન ક્યાંથી લાવ્યા અને ક્યા લઈ જવાનો છે તેની તપાસ સૌથી પહેલા થાય છે. અને તેની સાથે સંડોવાયેલા આરોપીને ઝડપી લેવામાં આવે છે. પરંતુ SOG ક્રાઇમે 28 જુલાઈના રોડ પકડેલા ચરસના ગુનામાં મુદ્દામાલ સરકારી ગોડાઉનમાંથી ચોરી થયાનુ સામે આવતા પોલીસે વઘુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ માધુપુરા પોલીસ સ્ટેશન હદમા આવેલા CPD વેરહાઉસ માંથી 1 કિલો 700 ગ્રામ ચરસની ચોરીનો મામલો સામે આવ્યો હતો. જે બાબતની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નશાબંધી શાખા દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સામે એ રીતે આવ્યો કે SOG દ્વારા ૨૮ જુલાઈના રોજ રાજન દંતાણી નામના એક આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી હતી. અને તેના કબ્જામાંથી 1 કિલો અને 700 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીઓ શરૂ, સુરક્ષા માટે થઇ બેઠકો

SOG દ્વારા પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે, આ ચરસનો જથ્થો નશાબંધી શાખા દ્વારા CPD વેરહાઉસમાં જે મુદ્દામાલ મૂકવામાં આવે છે તે મુદ્દામાલ માંથી ચોરી કરેલો હતો. જ્યારે આ બાબતે નશાબંધી શાખાના ધ્યાને આ વાત આવતા મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. 

મહત્વની વાત છે કે, વેર હાઉસની બહાર 24 કલાક સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે તેમ છતાં આ પ્રકારે ચરસ જેવા નશીલા પદાર્થના મુદ્દામાલની ચોરી થવી જે અનેક સવાલો ઉભા કરે છે. સવાલ એ છે કે, કોની બેદરકારીથી મુદ્દામાલ ચોરી થઇ ગયો છે કે, પછી કોઈ સરકારી કર્મચારી મિલીભગતથી આ ચોરીને અંજામ તો આપવામા નથી આવ્યો ને? જોકે હવે પોલીસે ગુનો નોંધ્યા બાદ આ તમામ સવાલોના જવાબ મેળવવા તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news